Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શેરબજાર સપાટ થયું, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 17450 ની નીચે આવી ગયો

શેરબજાર સપાટ થયું, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 17450 ની નીચે આવી ગયો
, સોમવાર, 22 નવેમ્બર 2021 (12:56 IST)
શેરબજારમાં સવારે જે ઘટાડો જોવા મળ્યો હતો તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. બપોરે 12:15 વાગ્યે સેન્સેક્સ 1121.69 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 58,514.32 પર ટ્રેડ કરી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર, બજાજ ફાઇનાન્સ સૌથી વધુ 5.49% ઘટ્યો હતો. જ્યારે રિલાયન્સનો શેર 4.17% ઘટ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટી 319.25 પોઈન્ટ ઘટીને 17,445.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
 
ઑટોને બાદ કરતા 18 નવેમ્બરના રોજ તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 18,000ને તોડીને નીચે ચાલ્યો ગયો હતો. આજે નિફ્ટી 17,500 આસપાસ નજરે પડી રહ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટીમાં વધુ એક કરેક્શન જોવા મળી શકે છે. 12.37 વાગ્યે સેન્સેક્સ 1045 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 307 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Railway News આધ્ર પ્રદેશમાં પ્રલયથી બગડી રેલ સેવા, 100થી વધુ ટ્રેનો રદ્દ, અત્યાર સુધી 33 ના મોત