Webdunia - Bharat's app for daily news and videos

Install App

1400 કરોડ ની માલિક છે બીજેપીની આ મહિલા ઉમેદવાર, દુબઈ-લંડનમાં પણ ઘર, ક્યાથી આવી આટલી મિલકત

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2024 (18:31 IST)
dempo
 પલ્લવી ડેમ્પો ભાજપના સૌથી ધનિક મહિલા ઉમેદવારોમાંથી એક છે. તે ભાજપના અબજોપતિ મહિલા ઉમેદવાર છે. પલ્લવી ડેમ્પો ગોવામાં ભાજપની પ્રથમ મહિલા ઉમેદવાર છે. લાલવી ડેમ્પો કોંગ્રેસના વિરિયાતો ફર્નાન્ડિસ સામે ચૂંટણી લડી રહ્યા છે. આવો જાણીએ પલ્લવી ડેમ્પોની નેટવર્થ કેટલી છે?
 
Pallavi Dempo Assets: દક્ષિણ ગોવાના ભાજપના ઉમેદવાર પલ્લવી ડેમ્પોએ લોકસભા ચૂંટણી-2024 માટે ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલ 119 પાનાની એફિડેવિટ દર્શાવે છે કે પલ્લવી ડેમ્પોની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયા છે. જેમાં પલ્લવી ડેમ્પોના પતિ શ્રીનિવાસની મિલકત પણ સામેલ છે.

પલ્લવી ડેમ્પોની એફિડેવિટ અનુસાર, તેની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમના પતિ શ્રીનિવાસની માલિકીની મિલકતની કિંમત 994.8 કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્પોની સ્થાવર મિલકતની બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની મિલકતની કુલ બજાર કિંમત રૂ. 83.2 કરોડ છે. પલ્લવી ડેમ્પોની એફિડેવિટમાં રૂ. 217.11 કરોડના બોન્ડ અને રૂ. 12.92 કરોડની બચતનો પણ ઉલ્લેખ છે.
 
Pallavi Dempo Home: પલ્લવી ડેમ્પોના લંડન અને દુબઈમાં કરોડોની કિંમતના ઘરો પલ્લવી ડેમ્પો ગોવામાં વૈભવી ઘરો અને દેશના અન્ય ભાગોમાં તેની માલિકીની ઘણી મિલકતો ધરાવે છે. એટલું જ નહીં, પલ્લવી ડેમ્પો અને તેના પતિના દુબઈ અને લંડનમાં લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. દુબઈના ઘરની કિંમત 2.5 કરોડ રૂપિયા અને લંડનના ઘરની કિંમત 10 કરોડ રૂપિયા છે.
 
Pallavi Dempo jewellery: પલ્લવી ડેમ્પો પાસે 5.7 કરોડ રૂપિયાની જ્વેલરી છે. અંદાજે રૂ. 9.75 કરોડની કિંમતની અન્ય કિંમતી ચીજવસ્તુઓ છે. પલ્લવી ડેમ્પો અને તેના પતિ પાસે 2.54 કરોડ રૂપિયાની લક્ઝરી કાર છે.
 
Pallavi Dempo Income Source: પલ્લવી ડેમ્પોની આટલી ઈન્કમ ક્યાંથી આવે છે? પલ્લવી ડેમ્પોની આવક બિઝનેસમાંથી છે. પલ્લવી ડેમ્પો અને તેના પતિ શ્રીનિવાસ ડેમ્પો ઉદ્યોગપતિ છે. પલ્લવી ડેમ્પો ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમના પતિ ગોવા સ્થિત ડેમ્પો ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે. શ્રીનિવાસ ડેમ્પો ગોવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના વડા પણ છે. શ્રીનિવાસ ડેમ્પોએ ફૂટબોલથી લઈને રિયલ એસ્ટેટ, શિપબિલ્ડિંગ, શિક્ષણથી ખાણકામ સુધીના દરેક જગ્યાએ વ્યવસાયમાં રોકાણ કર્યું છે. પલ્લવી ડેમ્પોએ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 10 કરોડના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હતા. જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે 11 કરોડ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments