Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકબર બીરબલની વાર્તા- ઉમર વધારનાર વૃક્ષ

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2024 (07:44 IST)
Akbar Birbal story- એક સમયની વાત છે જ્યારે બાદશાહ અકબરની પ્રખ્યાત આખા વિશ્વમાં ફેલવા લાગ્યા હતા તે દરમિયાન તુર્કિસ્તાનના બાદશાહને અકબરની બુદ્ધિમત્તાની પરીક્ષા લેવાના વિચાર્યુ. તુર્કિસ્તાનના બાદશાહએ તેમના દૂતને સંદેશ પત્ર આપી કેટલા સૈનિકોની સાથે દિલ્હી મોકલ્યો. બાદશાહએ પત્રમાં લખ્યું હતું કે, 'મેં સાંભળ્યું છે કે ભારતમાં એક એવું ઝાડ છે જેના પાંદડા ખાઈને વ્યક્તિનું આયુષ્ય વધારી શકાય છે. જો આ સાચું હોય, તો કૃપા કરીને મને તે ઝાડમાંથી કેટલાક પાંદડા મોકલો.
 
જ્યારે અકબરએ આ પત્રને વાંચ્યુ તો તે વિચારમાં પડી ગયા. તે ચિંતાથી ઉભરવા માટે અકબરે બીરબલની મદદ લીધી. બીરબલની સલાહ પર બાદશાહ અકબરે તુર્કિસ્તાનથી આવેલા સૈનિકો અને દૂતમે કેદ કરવાના આદેશ આપ્યા. સૈનિક અને દૂતના કેદખાનામાં ઘણા દિવસ પસાર થઈ ગયા પછી અકબર અને બીરબલ એક દિવસ તેમને મળવા ગયા. અકબર અને બીરબલને આવતો જોઈ તે વિચારવા લાગ્યા કે હવે તેને મુક્તિ મળી જશે, પણ આવુ નથી થયું. 
 
બાદશાહ અકબર જ્યારે તેમની પાસે ફોંચ્યા તો તેણે દૂતને કહ્યુ 'જ્યાં સુધી આ કિલ્લાની એક-બે ઇંટો ન પડે ત્યાં સુધી તમે લોકોને આઝાદ નહીં કરો. તે થાય ત્યાં સુધી અહીં તમારા બધા માટે છે. ખાવા-પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.'' એમ કહીને રાજા અકબર અને બીરબલ ત્યાંથી ચાલ્યા ગયા. તેના ગયા પછી, સંદેશવાહકો અને સૈનિકો કેદમાંથી છટકી જવાના રસ્તાઓ વિશે વિચારવા લાગ્યા. જ્યારે કોઈ જ્યારે કોઈ રસ્તો ન હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.
 
જ્લદી તેમની પ્રાર્થના રંગ લાવી અને થોડા દિવસો પછી અચાનક તીવ્ર ભૂકંપ આવ્યો અને ભૂકંપના કારણે કિલ્લાનો એક ભાગ તૂટીને પડી ગયુ. આ ઘટના પછી સંદેશવાહક કિલ્લાની દિવાલ પડવાના સમાચાર લઈને અકબર પાસે પહોંચ્યો. સમાચાર સાંભળીને બાદશાહ અકબરને પોતાનું વચન યાદ આવ્યું અને તેણે તુર્કીસ્તાનના સંદેશવાહકો અને સૈનિકોને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો. તેના દરબારમાં પહોંચતા જ અકબરે કહ્યું, 'હવે તમને તમારા રાજાએ મોકલેલા પત્રનો જવાબ મળી ગયો હશે. જો તમે હજી પણ સમજી શક્યા નથી, તો હુ સમજાવુ છુ. તમે માત્ર 100 લોકો છો અને તમારો દુખ સાંભળીને કિલ્લાનો એક ભાગ પડી ગયો, તો કલ્પના કરો કે જે દેશમાં હજારો લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે તે દેશના રાજાનું જીવન કેવી રીતે વધતું હશે. લોકોના દુખને કારણે તેનું પતન નિશ્ચિત છે. આપણા દેશ ભારતમાં કોઈ પણ ગરીબ પર અત્યાચાર કરતા નથી. આ વય વધારનાર વૃક્ષ છે. થોડા દિવસો પછી, રાજાએ તે બધાને તેમના દેશમાં મોકલી દીધા અને રસ્તામાં થયેલા ખર્ચ માટે તેમને થોડા પૈસા પણ આપ્યા. તુર્કસ્તાન પહોંચ્યા પછી, દૂતે રાજાને ભારતમાં જે બન્યું તે બધું સમજાવ્યું. અકબર અને બીરબલની બુદ્ધિમત્તા જોઈને તુર્કીસ્તાનના રાજાએ દરબારમાં તેમની ખૂબ પ્રશંસા કરી.
 
શીખ- 
આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી રહેવું જોઈએ અને નબળાઓ પર જુલમ ન કરવો જોઈએ. વળી, તે જ દેશ પ્રગતિ કરે છે જ્યાં તેના લોકો ખુશ હોય.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

આગળનો લેખ
Show comments