Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Story - અકબર બીરબલની વાર્તા - તમારો નોકર રીંગણનો નહી

Webdunia
એક દિવસ અકાબર અને બીરબલ બગીચામાં ફરી રહ્યાં હતાં. ખીલેલા બાગને જોઈને અકબર ખુબ જ ખુશ હતાં. તેમણે બીરબલને કહ્યું, બીરબલ જો તો આ રીંગણ કેટલા સુંદર લાગી રહ્યાં છે. આનું શાક કેટલુ સ્વાદિષ્ટ લાગે છે! બીરબલ મને રીંગણ ખુબ જ ભાવે છે. હા મહારાજ તમે સાચુ કહી રહ્યાં છો. રીંગણ શાકભાજી જ એવી છે કે જે માત્ર જોવામાં જ નહિ પણ ખાવામાં પણ તેનો કોઈ સામનો કરી શકે તેમ નથી અને જુઓ મહારાજ ભગવાને પણ એટલા માટે જ તેના માથા પર તાજ બનાવ્યો છે. અકબર આવુ સાંભળીને ખુબ જ ખુશ થયાં.

થોડાક દિવસો પછી અકબર અને બીરબલ તે જ બાગની અંદર ફરી રહ્યાં હતાં. અકબરને કંઈક યાદ આવ્યું અને કહ્યું, જો તો બીરબલ આ રીંગણ કેટલુ કદરૂપુ છું અને ખાવામાં પણ બેસ્વાદ છે. હા હુજુર તમે સાચુ કહી રહ્યાં છો, બીરબલે કહ્યું. એટલા માટે તો તેનુ નામ બે-ગુણ છે બીરબલે ચતુરાઈ પુર્વક નામ બદલતાં કહ્યું.

આ સાંભળીને અકબરને ગુસ્સો આવ્યો અને તેમણે ગુસ્સે થતા કહ્યું, શું અર્થ છે બીરબલ? હું જે કંઈ પણ કહુ છુ તેને તુ હા હા જ કરે છે. રીંગણ વિશે તારી બંને વાતો સાચી કેવી રીતે હોઈ શકે, શું તુ મને સમજાવી શકીશ? બીરબલે હાથ જોડતાં કહ્યું, હુજુર હું તો તમારો નોકર છું, રીંગણનો નહિ.

અકબર આ જવાબ સાંભળીને ખુબ જ ખુશ થયાં અને બીરબલ તરફ પીઠ કરીને હસવા લાગ્યા.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

આગળનો લેખ
Show comments