Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસિક રાશિફળ ડિસેમ્બર 2022 : પદ પૈસા સન્માન બધુ જ આપશે વર્ષનો છેલ્લો મહિનો, જાણો કેટલા લકી છો તમે

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2022 (18:54 IST)
Monthly Horoscope December 2022 in Gujarati : ડિસેમ્બર મહિનામાં ઘણી ગ્રહોની ઉથલપાથલ થવાની છે. સૂર્ય, શુક્ર, બુધ સહિત ઘણા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. તમામ 12 રાશિઓ પર તેની મોટી શુભ અને અશુભ અસર પડશે. ડિસેમ્બર 2022ની માસિક કુંડળી પરથી જાણીએ છીએ કે કઈ રાશિ માટે આ મહિનો કેવો રહેશે.
 
ડિસેમ્બર 2022નુ રાશિફળ 
મેષ રાશિ  (Mesh Rashifal December 2022)
 
સમય અનુકૂળ રહેશે. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. મોટા આર્થિક લાભ થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે. લાંબી યાત્રા પર જવાની શક્યતાઓ છે. વિદેશથી ધનલાભ થશે.
 
વૃષભ રાશિ  (Vrishabh Rashifal December 2022)
 
મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનો સમય આવી ગયો છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરી મળવાની પ્રબળ તકો છે. આવકમાં વધારો થશે. વેપારીઓના ધંધામાં વધારો થશે. ફસાવવાથી બચો, નહીંતર માન-સન્માનનું નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે.
 
મિથુન રાશિ  (Mithun Rashifal December 2022)
 
ધાર્મિક કાર્યમાં રસ વધી શકે છે. રોકાણથી લાભ મળવાની સંભાવના છે. સરકારી નોકરી કરનારાઓને ફાયદો થઈ શકે છે. વેપારમાં કોઈ નવો સોદો થઈ શકે છે. આવક વધી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.
 
કર્ક રાશિ (Kark Rashifal December 2022)
 
રોકાણ કરવાનું ટાળો, ધનહાનિ થવાની સંભાવના છે. આ સમયે વ્યવહાર સાવધાનીથી કરો. નોકરી કે વેપારમાં બદલાવ થઈ શકે છે. કામના સંબંધમાં પ્રવાસ પર જઈ શકો છો. પિતા સાથે સંબંધ બગડી શકે છે.
 
સિંહ રાશિ (Singh Rashifal December 2022)
 
અચાનક ધનલાભ થશે. પ્રોપર્ટીથી લાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિથી લાભ થવાની સંભાવના છે. વિરોધીઓ પરેશાન થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. વિવાહિત જીવનમાં તણાવ થઈ શકે છે.
 
કન્યા રાશિ (Kanya Rashifal December 2022)
 
આ સમય આરામથી કાઢી લો. તમારા સારા સમયની ધીરજપૂર્વક રાહ જુઓ. શત્રુઓ પ્રભુત્વ મેળવી શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. ખર્ચ તમને પરેશાન કરશે. 
 
તુલા રાશિ  (Tula Rashifal December 2022)
 
પ્રવાસ પર જવાની શક્યતાઓ છે. વિદેશથી ધનલાભ થશે. વેપારમાં મોટો ઓર્ડર મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે તો આનંદ થશે. અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. ધન લાભ થશે. 
 
વૃશ્ચિક રાશિ  (Vrishchik Rashifal December 2022)
 
લાંબા સમય પછી, તમને તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે. કરિયર પણ સારું રહેશે. માન-સન્માન વધશે. નવું મકાન કે કાર ખરીદવાની તકો છે. પ્રોપર્ટીમાં રોકાણથી ફાયદો થશે.
 
ધનુ રાશિ  (Dhanu Rashifal December 2022)
 
પરીક્ષા-ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. તમે તમારી કુશળતા વધારવા માટે નવા કોર્સમાં જોડાઈ શકો છો. તે ફક્ત ભવિષ્યમાં જ ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ઋણમાંથી મુક્તિ મળશે.
 
મકર રાશિ  (Makar Rashifal December 2022)
 
ટેન્શન વધશે. ધ્યાન કે સકારાત્મક વિચાર દ્વારા તણાવને દૂર કરવાનો પ્રયાસ કરશો તો ઘણો ફાયદો થશે. સમય સારો રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કરિયરમાં ઉન્નતિ થશે. તમને પદ અને પૈસા મળશે.
 
કુંભ રાશિ  (Kumbh Rashifal December 2022)
 
તમારા કામ પર ધ્યાન આપો અને આળસથી બચો. કંઈક નવું શીખવામાં તમારા સમયનો સદુપયોગ કરો. ઘરના કોઈ સભ્યને કરિયર સંબંધિત સમસ્યા થઈ શકે છે. શત્રુઓનો પરાજય થશે. વ્યાપારીઓ પોતાનું કામ વિદેશમાં ફેલાવી શકે છે.
 
મીન રાશિ  (Meen Rashifal December 2022)
 
મીન રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો શુભ રહેશે. તેની આવકમાં વધારો થશે. કરિયર માટે સમય ઘણો સારો રહેશે. રોકાણ કરી શકો છો, ફાયદો થશે. પરીક્ષા-સ્પર્ધામાં સફળતા મળશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

8 નવેમ્બરનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

Rahu Gochar 2024: 10 નવેમ્બરથી બદલાશે છાયા ગ્રહની ચાલ, 5 રાશિઓ થઈ જશે માલામાલ

7 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે જલારામ બાપાની કૃપા

6 નવેમ્બરનું રાશિફળ - આજે લાભ પાંચમના દિવસે આ રાશિઓને થશે લાભ જ લાભ

5 નવેમ્બરનું રાશિફળ : આજે આ 5 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, તમારી મનોકામના પણ થશે પૂરી

આગળનો લેખ
Show comments