Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gemini - જાણો મિથુન રાશિ માટે કેવુ રહેશે આ વર્ષ

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (15:23 IST)
મિથુન રાશિફળ 2018 
રાશિફળ 2018 માં મિથુન રાશિના જાતકોના જીવન સાથે જોડાયેલ બધા જરૂરી પહેલુઓની શક્યતા બતાવાય રહી છે.  જેને જાણીને  તમે આવનારા ભવિષ્યને વધુ સારુ બનાવી શકો છો. આ ઉપરાંત અહી બતાવ્યો છે કે તમારી સમસ્યાઓનો સહેલો જ્યોતિષિય ઉપાય.  તો ચાલો જાણીએ 2018માં તમારા સિતારા શુ કહે છે. 
 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વર્ષ 2018 તમારે માટે સરેરાશ રહી શકે છે. શનિની દ્રષ્ટિ લગ્ન પર છે આળસનો ભાવ વધુ રહેશે. ફળસ્વરૂપ  શરીરમાં એ સ્ફૂર્તિ નહી રહે જે મોટાભાગે જોવા મળે છે. જો કે સપ્ટેમ્બરના મહિના સુધી ગુરૂ ગ્રહની દ્રષ્ટિ પણ તમારા પ્રથમ ભાવ  પર રહેશે જે બેલેંસ બનાવવાની કોશિશ કરશે પણ ગુરૂ ગ્રહ પણ આળસ આપવાનુ કામ કરે છે. જો કે ગુરૂ વ્યવસ્થાપક ગહ છે જે  અવ્યવસ્થાથી રોકશે પણ આળસને કારણે કોઈ મોટી શારીરિક પરેશાની ન થાય એ માટે તેનો ખ્યાલ તમારે રાખવો પડશે.  કબજિયાત, ગેસ,  એસિડીટી જેવી કેટલીક પરેશાનીઓ ક્યારેય ક્યારેક પરેશાન કરી શકે છે. તેથી ખાવા પીવા પર સંયમ રાખવો જરૂરી રહેશે.  જો કમરનો દુખાવો કે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ કોઈ પરેશાની પહેલાથી જ છે તો તમને અધિક સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
રાશિફળ 2018 મુજબ શિક્ષણ 
શિક્ષણની દ્રષ્ટિથી મિથુન રાશિવાળા જાતકો માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેવાનુ છે. સપ્ટેમ્બર સુધી ગુરૂનો પ્રભાવ તમને  પંચમ ભાવમાં રહેશે. ફળ સ્વરૂપ શિક્ષાના ક્ષેત્રમાં સારી સફળતા મળવાના યોગ છે. ઉચ્ચ શિક્ષણ કરનારા વિદ્યાર્થીઓને ગુરૂની  વિશેષ કૃપા દ્રષ્ટિનો લાભ મળશે. સામાન્ય વિદ્યાર્થી પણ થોડી મહેનતથી સારુ પરિણામ મેળવી શકે છે. જો તમે કોઈ પ્રતિયોગિતા  પરીક્ષા આપી રહ્યા છો તો સપ્ટેમ્બર પછીનો સમય સારો છે.  સામાન્ય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર પછી વધુ મહેનત કરવાની જરૂર છે.  કાયદા વગેરેનો અભ્યાસ કરનારા લોકો માટે પણ સપ્ટેમ્બર પછીનો સમય સારી અનુકૂળતા આપવાનુ વચન આપી રહ્યો છે. 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
આ વર્ષે આર્થિક મામલામાં તમને સારા પરિણામ મળવાના યોગ છે. સપ્ટેમ્બરના મહિના સુધી ગુરૂની દ્રષ્ટિ તમારા લાભ ભાવમાં  રહેશે. ફળ સ્વરૂપ લાભના યોગ મજબૂત રહેશે.  પ્રયાસ કરતા કમાણીના સ્ત્રોતોમાં પણ વધારો થઈ શકે છે. જો કે ધન સ્થાનમાં  બેસેલા રાહુ બચત કરવામાં અવરોધ  ઉભો કરી શકે છે. મતલબ સપ્ટેમ્બર સુધી તમારી કમાણીમાં તો કોઈપણ પ્રકારનો અવરોધ આવતો દેખાય રહ્યો નથી.  પણ બચત થવામા બધા મોટા અવરોધ રહી શકે છે.  સપ્ટેમ્બર 2018 પછી સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે.  એ સમયે આવકના સ્ત્રોત સામાન્ય રહી શકે છે. પણ બચત કરવાની પ્રવૃત્તિ સારી થઈ શકે છે. અગાઉ તમે મોટી કોશિશ પછી પણ બચત નથી કરી શક્યા પણ આ સમય કોશિશ કરતા સારી બચત થવાની શક્યતા છે. ટૂંકમાં આ વર્ષ સારી કમાણી થવાની છે પણ તેમા તમારી બચત પણ ઓછી છે. 
 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
આ વર્ષે પ્રેમ સંબંધો માટે સારો સમય રહી શકે છે. જો વય લગ્નની છે તો તૈયારી કરી લો આ વર્ષ તમારા ઘરમાં માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે.  આ વાતનુ સાહસ પણ તમારી અંદર જોવા મળી શકે છે કે તમે તમારા દિલની વાત તેમને કહી શકો જેણે તમારુ દિલ ચોર્યુ છે.  કોશિશ કરો કે તમામ કામ તમે સપ્ટેમ્બર સુધી સંપન્ન કરી લો. કારણ કે ત્યારબાદ ગુરૂના ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થઈ જશે અને પ્રેમ તેમજ દાંમ્પત્યની નજીવી બાબતમા પણ તમને વધુ મહેનતની જરૂર રહેશે.  આ સમય થોડો પરસ્પર વિવાદ પણ રહી શકે છે. આ સમય કોઈ વિવાદને તૂલ આપવાની સ્થિતિમાં મામલો ઘરની બહાર પણ જઈ શકે છે.  તેથી સપ્ટેમ્બર પછી વ્યક્તિગત મામલે સાવધાનીથી કામ લો. 
 
રાશિફળ 2108 મુજબ કામ ધંધો 
કાર્ય વેપાર માટે આ વર્ષ સામાન્ય રીતે સારુ પરિણામ આપતુ દેખાય રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 સુધી તમારો કર્મેશ ગુરૂ તમારા પંચમ ભાવમાં રહેશે.  જે તમારી બુદ્ધિ અને પ્રજ્ઞાને મજબૂત કરવામાં સહાયક બનશે.  કર્મેશ ગુરૂ લાભ ભાવને પણ જોશે. આવામાં જો તમે વેપારી છો તો તમને સારો લાભ મળી શકે છે.  કાર્યોમાં પણ સફળતા અને ઉન્નતિની શક્યતાઓ દેખાય રહી છે. જો તમે નોકરી ધંધામાં છો તો તમને સપ્ટેમ્બર પછીનો સમય સારી આશાઓ રહેવી જોઈએ. એ સમયે તમારો કર્મેશ ગુરૂ તમારા છઠ્ઠા ભાવમાં હશે જેનાથી નોકરીમાં સારો લાભ અને પદોન્નતિની શક્યતાઓ રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
વર્ષ 2018નું એક શબ્દમાં અવલોકન કરવામાં આવે અને તેની સૌથી સારી રીત છે ભાગ્ય સ્ટાર્સની સંખ્યા.. તો તમે જાણી લો કે વર્ષ  2018ને પાંચમાંથી 4 સ્ટાર્સ આપવા માંગી રહ્યુ છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં ગરીબોને ગુલાબ જાંબુનુ વિતરણ કરવુ જોઈએ. સાથે જ તક મળતા કુટુંબના લોકો સાથે ગંગા સ્નાન કે પવિત્ર સ્થળ પર સ્નાન કરવા જઈ શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

9 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે શનિદેવનો આશિર્વાદ

8 નવેમ્બરનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

Rahu Gochar 2024: 10 નવેમ્બરથી બદલાશે છાયા ગ્રહની ચાલ, 5 રાશિઓ થઈ જશે માલામાલ

7 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે જલારામ બાપાની કૃપા

6 નવેમ્બરનું રાશિફળ - આજે લાભ પાંચમના દિવસે આ રાશિઓને થશે લાભ જ લાભ

આગળનો લેખ