SBI Education Loan. ભારતમાં સૌથી વધુ કર્જ આપનારી ભારતીય સ્ટેટ બેંક ઉચ્ચ અભ્યાસ માટે લોનની રજુઆત કરે છે. બેંક ભારતીય નાગરિકોને દેશમાં કે વિદેશમાં બંને સ્થાન પર ભણવા માટે આ સુવિદ્યા આપે છે. એસબીઆઈની વેબસાઈટ www.sbi.co.in મુજબ બેંક દ્વારા આપવામાં આવેલ એજ્યુકેશન લોન પર વ્યાજ દરની શરૂઆત 10.5 ટકાથી થાય છે. વેબસાઈટ મુજબ આ લોનને ચુકતા કરવા માટે 15 વર્ષ સુધીનો સમય મળે છે.
કોણ કરી શકે છે લોન માટે અરજી - ભારતી સ્ટેટ બેંક દ્વારા અપાનારી એજ્યુકેશન લોન માટે એવો કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે જેનુ નામાંકન દેશ કે વિદેશના કોઈ સંસ્થાનમાં હોવુ નક્કી થઈ ગયુ છે. બેંક એજ્યુકેશન લોન પર કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેતી નથી.
એજ્યુકેશન લોન પર વ્યાજ દર - 7.5 લાખ રૂપિયા સુધીના લોન પર ભારતીય સ્ટેટ બેંક 10.5 ટકા વ્યાજ લે ક હ્હે. બીજી બાજુ 7.5 લાખ રૂપિયાથી વધુની રકમ પર કુલ 10.75 ટકા વ્યાજ લેવામાં આવે છે.
કયા કોર્સ માટે મળે છે લોન
- UGC/AICTE/IMC / સરકાર વગેરે દ્વારા માન્યતાપ્રાપ્ત કોલેજ/ વિશ્વ વિદ્યાલય દ્વારા સંચાલિત નિયમિત તકનીકી અને વ્યવસાયિક ડિગ્રી/ ડિપ્લોમા પાઠ્યક્રમ સહિત સ્નાતક સ્નાતકોત્તર કોર્સ માટે લોન મળે છે.
-ઓટોનોસમસ સંસ્થાઓજેવી કે IIT, IIM વગેરે દ્વારા નિયમિત ડિગ્રી/ડિપ્લોમા પાઠ્યક્રમ માટે લોન મળે છે.
- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત શિક્ષક પ્રશિક્ષણ/નર્સિગ પાઠ્યક્રમ માટે લોન મળે છે.
- સિવિલ એવિએશન/શિપિંગ/ સંબંધિત રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા માન્યતાપ્રાપ્ત એરોનોટિકલ એંજિનિયરિગ, પાયલોટ પ્રશિક્ષણ, શિપિંગ વગેરે જેવા નિયમિત ડિગ્રી/ડિપ્લોમા પાઠ્યક્રમ માટે લોન મળે છે.
વિદેશમાં અભ્યાસ કરવા માટે
- જાણીતી વિશ્વવિદ્યાલય દ્વાર આ પ્રદાન કરવામાં આવતી જોબ ઓરિએંટેડ પ્રોફેશનલ/ટેકનિકલ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ જેવા એમસીએ એમબીએ એમએસ વગેરે માટે લોન મળે છે.
- CIMA લંડબ અમેરિકામાં CPA દ્વારા સંચાલિત કોર્સ માટે લોન મળે છે.
- ભારતમાં અભ્યાસ માટે વધુમાં વધુ 10 લાખ અને વિદેશમાં અભ્યાસ માટે વધુમાં વધુ 20 લાખ રૂપિયા મળે છે.
એજ્યુકેશન લોન હેઠળ આ ખર્ચ માટે મળે છે પૈસા - એસબીઆઈ એજ્યુકેશન લોન હેઠળ કોલેજ સ્કુલ, હોસ્ટેલ, પરીક્ષા, લાઈબ્રેરી, લેબોરેટરી ફી જમા કરવા અને પુસ્તકો, ઈસ્ટ્રુમેંટ ડ્રેસ કમ્પ્યુટર સહિત કોર્સ માટે જરૂરી અન્ય વસ્તુઓ ખરીદવા માટે પૈસા આપે છે. આ ઉપરાંત વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ ખર્ચ અને 50 હજાર રૂપિયા સુધીની મોટરસાઈકલ ખરીદવા માટે પણ પૈસા આપે છે.