Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ
, મંગળવાર, 29 માર્ચ 2022 (21:34 IST)
ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગર પાલિકાને U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ની મેડિકલ ઓફિસર 11, લેબ. ટેક્નિશીયન 7, ફાર્માસિસ્ટ 4, ફિમેલ હેલ્થ વર્કર 44, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 117 એમ કુલ 183 જગ્યાઓ ભરવાની છે. જે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારની 100 ટકા ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે 31 માર્ચ 2022 બુધવાર સુધીમાં ઓનલાઇન મંગાવવામાં આવી છે. 
 
કુલ જગ્યા: 183 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 માર્ચ 2022
પગાર ધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ 19,500
 
ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
 
ઓનલાઇન અરજી કરવા માટેનાં સ્ટેપ:-
પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનાબ શાહીદ કલિમીની સ્મૃતિસભા યોજાઇ, આ બે પુસ્તકોમાં સમાયો છે મધ્યયુગનો ઇતિહાસ