Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાહેર થયું GPSC 2022નું કેલેન્ડર, અંદાજે 1024 જગ્યાઓ પર કરાશે ભરતી

જાહેર થયું GPSC 2022નું કેલેન્ડર, અંદાજે  1024 જગ્યાઓ પર કરાશે ભરતી
, ગુરુવાર, 17 માર્ચ 2022 (13:15 IST)
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા સહિતની કામગીરી સ્થગિત હતી. તો બીજી તરફ કેટલીક પરીક્ષાઓ લેવામાં તેમાં પેપર ફૂટી જતાં રદ થઇ હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી સરકારી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2022-23નું નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુલ જુદી જુદી 58 નોકરીઓમાં 1024 જેટલી અંદાજિત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે આ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરવામાં આવશે. ઉમેદવારો માટે વર્ગ-1 વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ માટે આ કેલેન્ડરના આધારે તૈયારી કરવાનો સમય મળશે.
 
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના કેલેન્ડરમાં જૂનમાં કુલ 14 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ ભરતીમાં સૌથી વધુ જગ્યા મદદનીશ સિવિલ ઈજનેર વર્ગ-2ની છે. આ નોકરી માટે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ સૌથી વધુ જગ્યા બાળ વિકાસ અધિકારી વર્ગ-2ની છે જેની કુલ 69 જગ્યા ભરાશે.
 
જુલાઈમાં જીપીએસસીની 15 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ નોકરીઓમાં સૌથી વધુ ખાલી જગ્યા પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-2ની છે. આ નોકરીની 130 ખાલી જગ્યા બહાર પડશે. ત્યારબાદ નાયબ સેક્શન અધિકારીની 80, મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ-2ની 77, મદદનીસ વન સંરક્ષક વર્ગ-3ની 38 મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષકની 25 જગ્યાઓ છે.
 
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સૌથી વધુ ભરતી ઓગસ્ટ 2022માં બહાર પડશે. ઓગસ્ટમાં કુલ 29 નોકરીઓ માટે ભરતી બહાર પડશે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા જીપીએસસી ક્લાસ-1 અને ક્લાસ-2ની છે. આ સંવર્ગની આશરે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ ઔષધ નિરીક્ષકની 32, હિસાબી અધિકારી વર્ગ-1ની 18, ગુજરાત ઈજનેરી સેવા સિવિલ વર્ગ1-2ની 43 જગ્યાઓ ભરાશે. આ ઓગસ્ટની સૌથી મોટી ભરતીઓ હશે.
 
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સપ્ટેમ્બરમાં 8 નોકરીઓની ભરતી પડી શકે છે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2ની છે. આ વર્ગની સૌથી વધુ 29 ખાલી જગ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેસૂડા-ગલગોટા- ગુલાબનાં ફૂલો, પાલક, બીટમાંથી તૈયાર થાય છે કુદરતી રંગો, આ મહિલાઓ કેસૂડામાંથી તૈયાર કરે છે સાબુ સહિતની બનાવટો