deewali
✕

PL 2026: IPL ડેબ્યૂ મેચમા જ 22 વર્ષના ઓલરાઉંડરે મચાવ્યુ તોફાન, જાણો કોણ છે કૂપર કોનોલી

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2026 (12:14 IST)
news campaign
Who Is Cooper Connolly: IPL 2026 માં એક નવો સિતારો ઉભરી આવ્યો છે.   IPLમાં પહેલી વાર રમી રહેલા  22 વર્ષના ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉંડર કૂપર કોનોલીએ બેટથી જાદુ વિખેર્યો. કૂપરે પોતાની IPL ડેબ્યૂ મેચમાં જ મેચ વિનિંગ ઇનિંગ રમી અને પંજાબ કિંગ્સ ટીમને રોમાંચક જીત અપાવી. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોનોલીએ 44 બોલમાં અણનમ 72 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સને 3 વિકેટથી વિજય અપાવ્યો. કૂપરને તેની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. IPL 2026 ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
 
 
ઓસ્ટ્રેલિયા અને પંજાબ કિંગ્સ બંનેમાં તેને ગ્લેન મેક્સવેલના લાંબા ગાળાના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. મેક્સવેલની જેમ, કોનોલી એક આક્રમક બેટ્સમેન છે અને સ્પિન બોલિંગમાં પણ યોગદાન આપે છે. કોનોલી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્ટાર શોન માર્શને આદર્શ માને છે. IPLમાં પ્રવેશ પહેલાં, કોનોલીએ ૫૨ T20 મેચ રમી હતી, જેમાં 870 રન બનાવ્યા હતા અને 30  વિકેટ લીધી હતી.
 
 
 
કૂપર કોનોલીએ તેના IPL ડેબ્યૂ મેચમાં જ સાબિત કરી દીધુ છે કે તે એક મોટા મંચનો ખેલાડી છે.   તે આગામી મેચોમાં આ પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરશે અને પંજાબ કિંગ્સ માટે મોટો મેચ વિનર  સાબિત થઈ શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

વધુ જુઓ..

મનોરંજન

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments