Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO: વૈભવ સૂર્યવંશીએ સેન્ચુરી મારતા જ રાહુલ દ્રવિડ વ્હીલચેર પરથી ઉછળી પડ્યા, પ્રતિક્રિયા જોવા જેવી

Webdunia
મંગળવાર, 29 એપ્રિલ 2025 (09:39 IST)
rahul dravid
 
IPL 2025 ની 47મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું. રાજસ્થાનની આ જીતનો હીરો વૈભવ સૂર્યવંશી હતો. તેની રેકોર્ડબ્રેક સદીની મદદથી, રાજસ્થાને 8 વિકેટ બાકી રહેતા 210 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ મેચમાં સદી ફટકારીને વૈભવે ઘણા રેકોર્ડ તોડ્યા. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
 
વૈભવની સદી પર રાહુલ દ્રવિડની પ્રતિક્રિયા થઈ વાયરલ 
આ મેચમાં વૈભવે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે ૨૬૫.૭૮ ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા માત્ર ૩૮ બોલમાં ૧૦૧ રન બનાવ્યા. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને ૧૧ છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ દ્રવિડ વૈભવની સદીની ઉજવણી કરવા માટે પોતાની વ્હીલચેર પરથી ઉઠતા  જોવા મળી રહયા  છે.

<

Youngest to score a T20
Fastest TATA IPL hundred by an Indian
Second-fastest hundred in TATA IPL

Vaibhav Suryavanshi, TAKE. A. BOW

Updates https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6

— IndianPremierLeague (@IPL) April 28, 2025 >
 
જ્યારે વૈભવે પોતાની સદી પૂરી કરી, ત્યારે રાહુલ દ્રવિડ પગમાં ઈજા હોવા છતાં,પોતાની વ્હીલચેર પરથી ઉભા થયા અને તેની સદીની ઉજવણી કરી.  વૈભવે સદી ફટકારી ત્યારે ટીમના મુખ્ય કોચ તેમની જગ્યાએ ઉભા રહીને ઉજવણી કરતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા. રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સૂર્યવંશીની સદીની ઉજવણીમાં એટલા મગ્ન થઈ ગયા કે તેઓ ભૂલી ગયા કે તેમના પગમાં ઈજા થઈ છે.
 
વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ બનાવ્યા
૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ સદીની ઇનિંગથી ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. તેણે યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. 2010 માં, યુસુફ પઠાણે મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી અને ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો હતો. હવે વૈભવે યુસુફનો તે રેકોર્ડ તોડી નાખ્યો છે. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે, જેમણે 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી.
 
વૈભવે LSG સામે IPLમાં  કર્યું હતું ડેબ્યૂ 
તમને જણાવી દઈએ કે વૈભવે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ચાલુ IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી મેચમાં તેણે 20 બોલમાં 34 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આરસીબી સામેની તેની બીજી મેચમાં, તે 12 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત સામેની આ મેચ વૈભવના IPL કારકિર્દીની ત્રીજી મેચ હતી, જ્યાં તેણે સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments