Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષર પટેલને લાગ્યો તગડો ઝટકો, હાર પછી હવે BCCI એ લીધી એક્શન, સામે આવ્યુ મોટુ કારણ

axar patel
, સોમવાર, 14 એપ્રિલ 2025 (12:48 IST)
મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની ટીમને 12 રનથી રોમાંચક મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા 205 રન બનાવ્યા. ત્યારબાદ દિલ્હી માટે કરુણ નાયરે સૌથી વધુ  89 રનની રમત રમી અને એક સમય ટીમ જીતની તરફ  ટીમ આગળ વધતી જોવા મળી રહી હતી પણ 19મી ઓવરમાં દિલ્હીની ટીમના ત્રણ બેટ્સમેન રન આઉટ થઈ ગયા અને તેઓ ટારગેટથી 12 રન પાછળ રહી ગયા. દિલ્હી કેપિટલ્સને ડબલ ઝટકો લાગ્યો છે. એક તો તે મેચ હારી ગઈ અને બીજુ કપ્તાન અક્ષર પટેલ પર સ્લો ઓવરને કારણે દંડ લાગ્યો પણ લાગ્યો.   
 
12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ 
દિલ્હી કેપિટલ્સના કપ્તાન અક્ષર પટેલ પર સ્લો ઓવર રેટને કારણે 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.  IPL ની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 ના મુજબ સીજનમાં પહેલીવાર કોઈપણ ટીમના સ્લો ઓવર રેટનુ ઉલ્લંઘન કરવા પર કપ્તાન પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે.  અક્ષરનો વર્તમાન સીજનમાં સ્લો ઓવર રેટનો આ પહેલો અપરાધ છે. 
 
Points Table માં બીજા નંબર પર પહોચી દિલ્હી કેપિટલ્સની ટીમ 
મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ મેચ હારતા જ  દિલ્હી કેપિટલ્સની ટીમે પોઈંટ ટેબલમાં પોતાનો નંબર 1 નો તાજ ગુમાવી દીધો છે. હવે પહેલા નંબર પર ગુજરાત ટાઈટંસની ટીમ પહોચી ગઈ છે. દિલ્હીની ટીમે અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે. જેમાથી ચારમાં જીત નોંધાવી છે અને એક મેચ હારી છે. 8 અંકોની સાથે તેનુ રન રેટ પ્લસ 0.899 છે.  તે પોઈંટ્સ ટેબલમાં બીજા નંબર પર છે.  
 
કરુણ નાયરની 89 રનોની રમત પણ ન અપાવી શકી જીત 
મુંબઈ ઈંડિયંસ માટે સૂર્યકુમાર યાદવ, તિલક  વર્મા અને નમન ઘીરે સારુ પ્રદર્શન કર્યુ. તિલકે 33 બોલમાં 59 રન બનાવ્યા અને તેને કારણે જ ટીમ 205 રન બનાવવામાં સફળ રહી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, જૈક ફ્રૈજર મૈક્ગર્ક ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. દિલ્હી માટે કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા. પણ તે ટીમને જીત ન અપાવી શક્યા. આ ઉપરાંત અભિષેક પોરેલે 33 રનનુ યોગદાન આપ્યુ. પણ ટીમ 19મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને 193 રન જ બનાવી શકી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા બાદ 500 હિંદુઓ ભાગી ગયા, નદી ઓળંગીને માલદામાં આશરો લીધો