Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

DC vs SRH: હૈદરાબાદ સામે અક્ષર પટેલ બનાવી શકે છે આ 3 રેકોર્ડ, આજે જ થશે

DC vs SRH
, રવિવાર, 30 માર્ચ 2025 (15:02 IST)
ભારતમાં IPL 2025ને લઈને ઘણી ચર્ચા છે. અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે. આજે ડબલ હેડર એટલે કે બે મેચ થવાની છે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ ત્રણ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેના પરફોર્મન્સ પર બધાની નજર રહેશે. અક્ષરને પ્રથમ વખત આ ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં તેની ટીમે લખનૌને 1 વિકેટથી રોમાંચક હાર આપી હતી.
 
18મી સિઝનની 10મી મેચમાં દિલ્હીનો સામનો વિશાખાપટ્ટનમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. આ મેચનો ટોસ ટુંક સમયમાં જ થવાનો છે. અક્ષર પટેલની નજર આ મેચમાં સતત બીજી જીત પર છે. તે બોલ, બેટ અને ફિલ્ડિંગ સાથે ત્રણ અલગ-અલગ રેકોર્ડ બનાવી શકે છે.
 
DSC માટે 50 સિક્સર પૂરી કરી શકે છે
અક્ષર પટેલે દિલ્હી માટે અત્યાર સુધીમાં 48 સિક્સર ફટકારી છે. તે આ મેચમાં 2 છગ્ગા ફટકારીને 50 છગ્ગા પૂરા કરી શકે છે.
 
1,000 રન પૂરા કરી શકે છે
અક્ષર પટેલ દિલ્હી માટે 1000 રન બનાવવાથી માત્ર 11 રન દૂર છે. અત્યાર સુધી તેણે 64 ઇનિંગ્સમાં 989 રન બનાવ્યા છે.
 
50 કેચ પૂરા કરી શકે છે
અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ તરફથી 50 કેચ લેવાથી માત્ર 3 કેચ દૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રમાં ઈદ પહેલા મસ્જિદમાં બ્લાસ્ટ પાછળથી ઘૂસીને બદમાશ કર્યો હતો