Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

IPL 2024 - ઋષભ પંત 454 દિવસ પછી મેદાન પર કમબેક કરશે, દિલ્હી કૈપિટલ્સના કપ્તાન પર ભારતીય ટીમ મેનેજમેંટની રહેશે નજર

rishabh panth
, શનિવાર, 23 માર્ચ 2024 (13:38 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ 2024 માટ એ બીસીસીઆઈએ ઋષભ પંતને વિકેટકિપરના રૂપમા રમવાની પરમિશન આપી છે. ત્યારબાદ દિલ્હી કૈપિટલ્સે તેમને કપ્તાન બનાવી દીધા. આવામાં જૂનમાં થનારી ટી20 વર્લ્ડકપ 2024માં તેમની પસંદગીના દરવાજ ખુલી ગયા છે. 
 
લોકો જ્યારે 30 ડિસેમ્બર 2022ની સવારે ઉઠ્યા તો તેમને પીએમ મોદીની માતા હીરાબેન અને દિગ્ગજ ફુટબોલર પેલેના નિધનના સમાચાર મળ્યા.  થોડીવાર પછી વધુ એક દિલ દહેલાવનારા સમાચાર સામે આવ્યા. આ સમાચાર હતા ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના.  આ માર્ગ અકસ્માતમાં પંતની લક્ઝરિયસ કારના કુરચેકુરચા ઉડી ગયા પણ તેમનો જીવ બચી ગયો હતો. ઘૂંટણમાં એવુ વાગ્યુ હતુ કે એ સમયે કહી શકાતુ નહોતુ કે તેઓ હવે ક્યારેય ઉભા પણ થઈ શકશે કે નહી. 
 
નવા વર્ષે માતાને મળવા દિલ્હીથી રૂઢકી જતી વખતે આ ઘટઆને 449  દિવસ થઈ ગયા છે. ઋષભ પંતે પોતાના પરિવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, નેશનલ ક્રિકેટ એકેડમી અને આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપનારા લોકો સાથે મળીને આ ખરાબ સમયને હરાવી દીધો છે. આ દર્દનાક દુર્ઘટના પછી તેઓ ઈંડિયન પ્રીમિયર લીગ 2024 ના બીજા મેચમાં મેદાન પર ઉતરશે.  પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કૈપિટલ્સની કપ્તાની કરતા જોવા મળશે. તેઓ 454 દિવસ પછી મેદાન પર કમબેક કરશે.  ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા તેમના પર ભારતીય ટીમ મેનેજમેંટની નજર રહેશે. 
 
ઋષભ પંતને મળશે ટી20 વર્લ્ડકપમાં એંટ્રી 
ઈંડિયન પ્રીમિયર લીગ 2024 માટે બીસીસીઆઈ ઋષભ પંતે એક વિકેટકીપરના રૂપમાં અનુમતિ આપી. ત્યારબાદ દિલ્હી કૈપિટલ્સે તેમને કપ્તાન બનાવ્યા. આવામાં જૂનમાં થનારી ટી20 વર્લ્ડ કપ 2024 માં તેમની પસંદગી માટે દરવાજા ખુલી  ગયા. બીસીસીઆઈ સચિવ જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે જો પંત વિકેટકિપિંગ કરે છે તો તે ટી20 વર્લ્ડકપમાં સામેલ થઈ શકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહુઆ મોઈત્રા વિરુદ્ધ CBIની મોટી એક્શન, કલકતા સહિત અનેક ઠેકાણાઓ પર સવાર સવારે પડી રેડ