Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહુઆ મોઈત્રા વિરુદ્ધ CBIની મોટી એક્શન, કલકતા સહિત અનેક ઠેકાણાઓ પર સવાર સવારે પડી રેડ

મહુઆ મોઈત્રા વિરુદ્ધ  CBIની મોટી એક્શન, કલકતા સહિત અનેક ઠેકાણાઓ પર સવાર સવારે પડી રેડ
નવી દિલ્હી. , શનિવાર, 23 માર્ચ 2024 (12:54 IST)
તૃળમૂલ કોંગ્રેસની નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાના ઠેકાણાઓ પર સીબીઆઈએ સવાર સવારે છાપેમારી કરી છે. ક્રેશ ફોર ક્વેરી સાથે જોડાયેલ મામલામાં સીબીઆઈએ તાજેતરમાં જ કેસ નોંધાવ્યો હતો. જ્યારબાદ આજે આ છાપામારી થઈ છે. મળતી માહિતી મુજબ સીબીઆઈ અધિકારીઓએ રવિવારે મહુઆ સાથે જોડાયેલ કલકત્તા સહિત અનેક અન્ય લોકેશન પર રેડ કરી. 
 
સીબીઆઈ અધિકારીઓએ કહ્યુ કે સીબીઆઈએ શનિવારે કથિત કૈશ ફોર ક્વેરી મામલે કલકત્તા સહિત અનેક ઠેકાણાઓ પર પૂર્વ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના પરિસરોની તપાસ કરવામાં આવી. તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય તપાસ એજંસીની ટીમો શનિવારે વહેલી સવારે કલકત્તા અને અન્ય શહેરોમાં મોઈત્રા આવાસ પર પહોચી. તપાસ કાર્યવાહીની માહિતી આપી અને ઓપરેશન શરૂ કર્યુ. 
 
લોકપાલના આદેશ પર  CBI એ શરૂ કરી તપાસ 
ઉલ્લેહનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ લોકપાલના નિર્દેશ પર ગુરુવારે TMCના પૂર્વ સાંસદ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. લોકપાલે સીબીઆઈને છ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રંજનબેન બાદ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી