Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kagiso Rabada, IPL 2022 Auction: કાગિસો રબાડાને પંજાબ કિંગ્સે 9.25 કરોડ ખરીદ્યો

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (12:50 IST)
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા (Kagiso Rabada) પર IPL  (IPL 2022 Auction)માં પુષ્કળ પૈસા વરસ્યા છે.  છેલ્લા 4 વર્ષથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલો આ બોલર હવે પંજાબ કિંગ્સની ટીમ સાથે જોડાઈ ગયો છે. કાગીસો રબાડાને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. દિલ્હીએ રબાડાને ખરીદવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અંતે કિંગ્સ પંજાબને જીત મળી. આ જમણા હાથનો ફાસ્ટ બોલર 10 માર્કી ખેલાડીઓમાં સામેલ હતો અને તેને તેના નામ અને કામના આધારે પૈસા પણ મળ્યા છે. કાગીસો રબાડા વર્ષ 2017માં પ્રથમ વખત IPL (IPL 2022) રમ્યો હતો. ફેબ્રુઆરી 2017માં તેને દિલ્હીની ટીમે 5 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. રબાડાએ તે સિઝનમાં માત્ર 6 મેચ રમી હતી.

<

Kagiso Rabada sold to Punjab Kings for INR 9.25 crore#IPLAuction #CricketTwitter pic.twitter.com/Iv7SXR2R0z

— Cricbuzz (@cricbuzz) February 12, 2022 >
 
વર્ષ 2018માં દિલ્હીએ રબાડાને ફરીથી ખરીદ્યો હતો પરંતુ પીઠની ઈજાને કારણે તે આખી સિઝનમાંથી બહાર હતો. જો કે, વર્ષ 2019 માં, તેને દિલ્હીની ટીમે જાળવી રાખ્યો હતો અને રબાડા ફ્રેન્ચાઇઝીના વિશ્વાસ પર જીવ્યો હતો.
 
જ્યારે રબાડાએ મચાવ્યો તહલકો 
 
IPL 2019માં કાગીસો રબાડાનું પ્રદર્શન  જોવા મળ્યું હતું. આ જમણા હાથના ફાસ્ટ બોલરે માત્ર 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી અને દિલ્હીની ટીમ 2012 પછી પ્રથમ વખત IPL પ્લેઓફમાં પહોંચી હતી.. રબાડા 2019માં દિલ્હીનો સૌથી સફળ બોલર સાબિત થયો હતો અને તે ટુર્નામેન્ટમાં બીજા સ્થાને રહ્યો હતો. વર્ષ 2020 માં, રબાડાએ તેના પ્રદર્શનને એક અલગ સ્તર પર લઈ ગયો. રબાડાએ આખી સિઝનમાં કુલ 30 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. જોકે, તે દિલ્હી કેપિટલ્સને IPL ચેમ્પિયન બનાવી શક્યો નહોતો. ફાઇનલમાં દિલ્હીની ટીમ મુંબઈ સામે હારી ગઈ હતી. દિલ્હીની ટીમની આ પ્રથમ આઈપીએલ ફાઈનલ હતી.
 
રબાડા માટે વર્ષ 2021 એવરેજ સાબિત થયું. રબાડાએ 15 મેચમાં 15 વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ રબાડાનું પ્રદર્શન જેવું રહ્યું ન હતું. આ સાથે તેના જ દેશના બોલર એનરિક નોરખિયાએ રબાડા સાથે સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ દિલ્હીએ રબાડાના સ્થાને નોર્ખિયાનેરિટેન કર્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments