Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2019: 120 માં વેચાય ગઈ આઈપીએલ ફાઈનલની ટિકિટ, ઉભા થયા સવાલ

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (11:12 IST)
ઈંડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનના ફાઈનલની ટિકિટ માત્ર 120 સેકંડ એટલે કે 2 મિનિટમાં વેચાય ગઈ છે. આ વાત બતાવે છે કે આ લીગને લઈને ફેંસને કેટલો રસ છે. સાથે જ તેનાથી પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટિકિટોનુ વેચાણ ઓપન કર્યુ.  એ પણ કોઈપણ જાતની નોટિસ વગર.  પણ નવાઈની વાત એ છે કે તેમ છતા થોડી જ સેકંડમાં બધા ટિકિટ વેચાય ગયા. 
 
આ વિશે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ ઉઠાવતા કહ્યુ ફાઈનલની  બધી ટિકિટ મિનિટોમાં જ કેવી રીતે વેચાય શકે છે ? આ ખૂબ જ ચોંકાવનારી છે અને બીસીસીઆઈને ફાઈનલમાં જોવાની ઈચ્છા રાખનારા પ્રશંસકોને વંચિત કરવાનો જવાબ આપવો પડશે. રોચક વાત એ છે કે જ્યા સુધી ટિકિટો વિશે જાણ થય છે ત્યા સુધી બધી ટિકિટ વેચાય ચુકી હતી. 
 
 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 12 મેના રોજ યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 પ્રેક્ષકોને સમાવવાની છે. મોટાભાગની મેચોમાં 25,000થી 30,000 ટિકિટ વેચાઇ જાય છે. પરંતુ આ વખતે એવું શું થયું કે કોઇને ખબર ન પડી અને બે મિનિટમાં જ તમામ ટિકિટ વેચાઇ ગઇ. સૂત્રોના જણાવ્યા મુજબ 1000, 1500, 2000, 2500 અને 5000 રૂપિયાની ટિકિટો વેચાવાની હતી, પરંતુ EventsNow એ 1500, 2000, 2500 અને 5000 વાળી જ ટિકિટો વેચી. અન્ય 12,500, 15,000 અને 22,500 રૂપિયાની ટિકિટનું શું થયું તે ખબર નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.
 
EventsNowના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, હું આ અંગે કોઇ જાણકારી આપી શકું નહીં. અમને જે ટિકિટો મળી હતી તે વેચી છે. આ અંગે બીસીસીઆઈ જવાબદાર છે અમે નહીં. HCAના અધિકારીએ કહ્યું કે, ઇવેન્ટ્સનાઉ અને બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
 
મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ચુકી છે. શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયરની ટીમ ફાઇનલમાં પહોંચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments