Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Independence Day 2021- સ્વતંત્રતાનો અમૃત તહેવાર- રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લઈએ

Independence Day 2021- સ્વતંત્રતાનો અમૃત તહેવાર- રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લઈએ
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (16:47 IST)
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 74 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે.
 
આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે.
 
દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે. તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે.
 
આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના સાત દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે.
 
આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે