Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

15મી ઓગસ્ટ ભાષણ : સ્વતંત્રતા દિવસ પર ઘરેથી જ online speechકેવી રીતે આપશો, જાણો Easy Tips

15મી ઓગસ્ટ ભાષણ : સ્વતંત્રતા દિવસ પર ઘરેથી જ online speechકેવી રીતે આપશો, જાણો Easy Tips
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (15:39 IST)
દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આપણા દેશને 1947 માં આ દિવસે બ્રિટીશ શાસનમાંથી મુક્ત કરાયો હતો. આ વિશેષ પ્રસંગે દરેક મોટી સંસ્થામાં ભાષણો કરવામાં આવે છે. આ વિશેષ દિવસની ઉત્તેજના શાળાઓના બાળકોમાં પણ હોય છે, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ બધુ થોડુ અઘરુ બની ગયુ છે. જો તમે ઓનલાઇન ભાષણ આપવાનું વિચારી રહ્યા છો અને ઈચ્છો કે કે તમે સૌથી ઉત્તમ ઓનલાઈન ભાષણ આપો તો તમારે કેટલીક બબાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જેથી તમે ખુદને સારી રીતે પ્રસ્તુત કરી શકો. આવો જાણીએ ઓનલાઈન સ્પીચ માટે જરૂરી વાતો.. 
 
ઓનલાઈન ભાષણમાં આ બાબતોનું ધ્યાન રાખો-

યોગ્ય બેકગ્રાઉંડ - જો તમે ઓનલાઇન ભાષણ આપવાની તૈયારી કરી રહ્યાં છો, તો સૌ પ્રથમ તમારે તમારા પાછળના બેકગ્રાઉંડનુ ધ્યાન રાખવુ પડશે.  ઘરના કોઈ પણ ખૂણામાં જઈને તમારું ભાષણ આપવાનું વિચારશો નહીં, પહેલા તમારા ઘરમાં કઈ જગ્યા એવી છે જ્યાં તમે તમારુ બેસ્ટ આઉટપુટ આપી શકો છો.  આ ઉપરાંત સ્થાન પસંદ કરતી વખતે એ પણ ધ્યાન રાખો કે ત્યા આસપાસથી કોઈ અવાજ ન આવતો હોય. બેક ગ્રાઉંડમાં ગ્રીનરી રહેશે તો વધુ સારુ લાગશે.  તમારા કેમેરાના બેકગ્રાઉંડ મુજબનો તમારો ડ્રેસનો રંગ હોવો જોઈએ. બેકગ્રાઉંડ ડાર્ક હોય તો લાઈટ કપડા પહેરો અને લાઈટ હોય તો તમે ડાર્ક કપડા પહેરો. 
 
યોગ્ય પ્રકાશની કાળજી લો - જ્યારે તમે તમારું ભાષણ આપો છો ત્યારે તમારે લઈટનુ પણ ધ્યાન રાખવુ પડશે. લાઈટને એવી રીતે સેટ કરો કે તમારો પડછાયો ન પડે. જો તમારા ચેહરા પર લાઈટ આવશે તો ચેહરો નિસ્તેજ નહી દેખાય 
 
પ્રસ્તુતિ - જ્યારે આપણે કેમેરા સામે કોઈ પ્રસ્તુતિ આપીએ તો તેને બેસ્ટ બનાવવા માટે યોગ્ય પ્રસ્તુતિ જરૂરી છે. આ જ તમને પણ લાગુ પડે છે. જો તમે ઓનલાઇન ભાષણ આપવાની તૈયારી કરી રહ્યાં છો, તો તેને વધુ સારી રીતે પ્રસ્તુત કરવું પણ મહત્વપૂર્ણ છે. તમારા શબ્દો કહેવાની રીત ખાસ હોવી  જોઈએ. કોઈની નકલ કરીને બોલવાનો પ્રયત્ન ન કરશો. તમે ખુદની એક અલગ આપે એવી પ્રસ્તુતિ આપો 
 
ડ્રેસિંગ સેન્સ - પરફેક્ટ ડ્રેસિંગ સેન્સ તમને આત્મવિશ્વાસ આપવા ઉપરાંત તમે તેના દ્વારા પોતાને યોગ્ય રીતે પ્રસ્તુત કરી શકો છો. સમય સ્વતંત્રતા દિવસનો છે, તેથી તમારે તે મુજબ તમારા કપડા પસંદ કરવા જોઈએ. જેમ કે સફેદ, લીલો અથવા નારંગી રંગ પસંદ કરી શકાય છે. યાદ રાખો કે ડ્રેસ યોગ્ય હોય. તમે વ્યક્તિગત રૂપે ભલે ગમે તેવા બોલ્ડ રહેતા હોય પણ કેમેરા સામે એ પણ ખાસ કરીને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એવા કપડા ન પહેરશો જે ચીપ લાગે. 
 
ઘરના સભ્યોએ પણ કાળજી લેવી  - પરિવારના અન્ય સભ્યોની પણ જવાબદારી છે કે જ્યારે બાળક ઓનલાઇન ભાષણ આપે છે, ત્યારે તે સ્થાન પર વારેઘડીએ જઈને તેને ડિસ્ટબ ન કરવુ જોઈએ. આમ કરવાથી, બાળકોનો કોંફિડેસ ઘટી જાય છે. કારણ કે પરિવારના લોકો જઈને કંઈક ને કંઈક સલાહ આપતા જ હોય છે.  તેથી તેમને એકાંતમાં રહેવા દો. જેથી તેઓ તેમના કામ સંપૂર્ણ ધ્યાનપૂર્વક કરી શકે.
 
કેમેરા ફેંડલી - ઓનલાઇન ભાષણ આપવા માટે સૌ પ્રથમ તમારે કેમેરા ફ્રેંડલી રહેવાની જરૂર છે. આજકાલ જ્યારથી સોશિયલ મીડિયા એક્ટિવ થયા છે ત્યારથી આજકાલના બાળકો માટે આ ખૂબ જ સહેલુ ટાસ્ક છે. છતા તમે થોડી પ્રેકટિસ કર્યા પછી જ ઓનલાઈન પ્રસ્તુતિ આપો. 

આંખનો સંપર્ક - કેમેરા સામે  નજર રાખો, તમારે  એટલું સમજવું પડશે કે તમારી સામે કોઈ છે કે જેની સાથે તમે વાત કરી રહ્યા છો, આ કરવાથી તમે લાઈવનો ઈફેક્ટ કાયમ રાખશો. સ્પીચ આપતી વખતે આમતેમ ક્યાય પણ જોશો નહી. નોર્મલ કોઈ તમારી સામે છે અને તમે તેને કંઈક કહી રહ્યા છો એવુ ફીલ આવવુ જોઈએ. 
 
આત્મ વિશ્વાસ - તમે સાંભળ્યું અથવા વાંચ્યું હશે કંઈપણ પ્રાપ્ત કરવા અથવા સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આત્મવિશ્વાસ સફળતાની ચાવી છે. તેથી ગભરાયા વિના, તમે સરળતાથી તમારી ઓનલાઇન સ્પીચ આપી શકો છો. ખુદને રિલેક્સ રાખો જેથી આત્મવિશ્વાસ તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય. 
 
અવાજ ઈકો ન થાય તેનુ ધ્યાન રાખો  - ઓનલાઇન ભાષણની તૈયારી કરતી વખતે  ધ્યાન રાખો કે તમારી અવાજમાં કોઈ ડિસ્ટબેંસ ન આવે કે પછી તમારા અવાજનો ઈકો સાઉંડ ન આવે. તમારે તેથી એવુ  સ્થાન પસંદ કરવાની જરૂર છે જ્યાં તમે કોઈ અવાજ કર્યા વગર તમારું ભાષણ સારી રીતે આપી શકો.
 
ચહેરા પર સ્મિત - જ્યારે તમે ઓનલાઇન ભાષણ આપો છો, ત્યારે તમારા ચહેરા પર એક હળવી સ્માઈલ બનાવી રાખો,  આમ કરવાથી તમે દરેક સાથે કનેક્ટ થઈ શકશો, તેથી સ્મિત રાખો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ભોલેનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત હોય છે