Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Travel Places to know about

Webdunia
શનિવાર, 3 મે 2025 (18:24 IST)
Dil se Desi- ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે 
 
1. શિવરાજપુર બીચ (shivrajpur beach)  - બ્લૂ બીચ (Blue Beach) ગુજરાતમાં અનેક જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે. જેમાં મંદિરોથી માંડીને બીચનો પણ સમાવેશ થાય છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. 
 
દ્વારકાથી માત્ર 13 કિમી દૂર
શિવરાજપુર બીચ આવેલો છે જ્યારે લાઇટહાઉસ ફેમ ઓખા લગભગ 23 કિમી દૂર આવેલું છે. દ્વારકા-ઓખા હાઇવે પર સ્થિત ગુજરાતના આ પ્રખ્યાત બીચનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. આ બીચ શિવરાજપુર ગામ સુધી વિસ્તરેલો છે, જે લાઇટહાઉસ અને ખડકાળ બીચ વચ્ચે છે. પ્રકૃતિનું અનોખું સૌંદર્ય અહીં પથરાયેલું છે.
Shivrajpur beach- શિવરાજપુર બીચને 'બ્લુ ફ્લેગ બીચ'નો દરજ્જો મળ્યો છે, જેને વિશ્વનો સૌથી સ્વચ્છ અને સ્વચ્છ બીચ માનવામાં આવે છે. બીચને 'બ્લુ ફ્લેગ બીચ'નો દરજ્જો મળતાં ગુજરાતના પ્રવાસનને વેગ મળ્યો છે.
શિવરાજપુર બીચ દેશના 8 બીચમાં સામેલ છે જેને આ દરજ્જો મળ્યો છે. તેમની પસંદગી સ્વચ્છતા, અનુકૂળ વાતાવરણ, દરિયાની આસપાસ અને દરિયા કિનારા પર ટકાઉ વિકાસના આધારે કરવામાં આવી હતી. શિવરાજપુરની સાથે દીવના ઘોઘાલા, કર્ણાટકના કાસરકોડ, પદુબિદરી, કેરળના કપડ, આંધ્રપ્રદેશના રૂષિકોંડા, ઓડિશાના ગોલ્ડન અને આંદામાનના રાધાનગર બીચનો સમાવેશ થાય છે.
 
શિવરાજપુર બીચ પર કુદરતનું અનોખું સૌંદર્ય પથરાયેલું છે. સ્વચ્છ અને વાદળી પાણી સાથેનો શાંત દરિયા કિનારો જોઈને પ્રવાસીઓનું મન આનંદથી ઉભરાઈ જાય છે. આંખોને ઠંડક આપતો વાદળી સમુદ્ર કિનારો ધરાવતો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે એક સુંદર નજારો બની ગયો છે.
 
2. - પીરોટન બેટ (Pirotan island) - પીરોટન બેટ Pirotan island બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે
 
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે
 
જામનગર અને કચ્છ વચ્ચેના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે . જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સવર્ધન થાય છે.જેને લઈને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓનો ઘસારો અહી રહેતો હતો.

3.  દીવ( Diu) - દીવમાં જોવાલાયક અનેક સ્થળો છે જેમાં ગંગેશ્વર મંદિર, સી-શેલ મ્યુઝિયમ અને ખુકરી મેમોરિયલ ખાસ છે. દીવના નાગોઆ બીચ પાસે બનેલા સી-શેલ મ્યુઝિયમમાં તમે જાત-જાતના શંખ-છીપ જોઇ શકો છો. આમ તો આ વિશ્વનું પહેલું એવું મ્યુઝિયમ ગણાય છે જ્યાં સમુદ્રમાં મળી આવતા શંખ અને છીપલાને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યા છે.
 
દીવ જાઓ તો પાણી કોઠા અને દીવનો કિલ્લો જોવાનું ભૂલતા નહીં. પાણી કોઠા સમુદ્રની વચ્ચે બનેલો એક નાનકડો કિલ્લો છે. અહીં જવા માટે ટુરિસ્ટ બોટ ઉપલબ્ધ છે અને રાતના સમયે તેના પર દેખાતી સ્પેશિયલ લાઇટ ઇફેક્ટ્સ તમને મંત્રમુગ્ધ કરી મૂકશે. તો વળી દીવના કિલ્લા પરથી બીજી તરફનો સમુદ્રનો નજારો અત્યંત આકર્ષક લાગે છે. દીવના આ વિશાળ અને ભવ્ય કિલ્લાનું નિર્માણ 1535થી 1541 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેની છત પર સજેલી તોપો એ વાતનો પુરાવો છે કે તેની સુરક્ષા વ્યવસ્થા એકદમ ચૂસ્ત હતી.
આ સિવાય તમે અહીં સેન્ટ પૉલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ મ્યુઝિયમ, રુખડા વૃક્ષ, હોકા પામ વગેરે જોઇ શકો છો.


4. કૈલાશ માનસરોવર (Kailash Manasarovar) - દ્વારકાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ નજીકમાં આવેલા નાગેશ્વર જ્યોવતિર્લિંગ તીર્થના દર્શન કરવાનું પણ નથી ચૂકતા. આને ધ્યાદને લઇને નાગેશ્વર તીર્થ નજીક લગભગ પાંચ એકર જમીન પર દારુકા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધિન આ વનમાં નવ ગૃહો અનુસાર ગુગળ, બિલીપત્ર અન અન્યય ઔષધીય વનસ્પરતિઓના ૧૭,૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેની વચ્ચે્ બનાવવામાં આવેલી માનસરોવરની હૂબહૂ પ્રતિકૃતિમાં કમળ કુંડ અને હિમાલયના કૈલાશ શિખરમાં શિવ પરિવારની પ્રતિમાઓ સ્થાેપિત કરવામાં આવી છે. જેને જોવાથી કૈલાશ-માનસરોવરના પ્રત્યમક્ષ દર્શન થઇ જાય છે.
 
રાજ્યૈ વન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દારુકા વનમાં વિશેષ પ્રદર્શનીની પણ વ્યાવસ્થાલ કરવામાં આવી રહી છે. જેમાં પૌરાણિક નગરી દ્વારકાના અવશેષ, ગુજરાતમાં વેપારનો ઇતિહાસ, સમયાન્તકરમાં થયેલા જળવાયુ પરિવર્તનની ઝાંખી ઉપરાંત નજીકમાં આવેલા શિવરાજ ગઢમાં જોવા મળતી દરિયાઇ જીવ સૃષ્ટિં-ડોલ્ફીમન, વ્હેજલ શાર્ક અને કાચબા વિશે પણ માહિતી આપવામાં આવશે.
5. સાપુતારા Saputara : સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.
 
સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો 
 
આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.
 
ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chanakya Niti: લગ્ન પછી પુરુષોએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, લગ્ન જીવન પર પડી શકે છે ખરાબ અસર

યુરિક એસિડ વધતા શરીરના આ ભાગોમાં થાય છે તીવ્ર દુખાવો, ભૂલથી પણ તેને અવગણશો નહીં

How to get Pregnant- શું તમે જાણો છો કે ઝડપથી ગર્ભવતી થવા માટે શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

વધુ જુઓ..

નવીનતમ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

આગળનો લેખ
Show comments