Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

Webdunia
બુધવાર, 26 માર્ચ 2025 (14:52 IST)
Tips To Pick Watermelon : માર્ચ મહિનામાં કડક ધૂપ પોતાની અસર બતાવી રહી છે અને ગરમી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ગરમીમાં તરબૂચની માંગ વધી જાય છે. તરબૂચ અનેક જરૂરી વિટામિન અને ખનીજો વિશેષ રૂપથી વિટામીન સી અને એ થી ભરપૂર હોય છે. આ ફળ ગરમીમાં આખો, ત્વચા અને અહી સુધી કે દિલના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. તપતી ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો આનુ સેવન કરે છે. 
 
માર્ચનો મહિનો આવતા જ બજારમાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ બજારમાંથી ખરીદીને લાવે છે પણ કાપ્યા પછી અનેકવાર મન દુખી થઈ જાય છે જો તરબૂચ કાચુ નીકળે કે મીઠુ ન લાગે.  
 
તરબૂચ કાચુ કે મીઠુ ન નીકળવુ તમારા મૂડ અને પૈસા બંનેને ખરાબ કરે છે પણ જો તમે બજારમાંથી તરબૂચ ખરીદીને લાવી રહ્યા છો તો તમે કાપ્યા વગર તરબૂચ ચેક કરી શકો છો કે તે ગળ્યુ અને પાકુ હશે કે નહી. 
 
જીલ્લા ઉદ્યાન અધિકારીએ જણાવ્યુ કે તરબૂચને આંગળીઓથી વગાડીને તેની ઓળખ કરી શકો છો. તરબૂચની ઉપર તમે આંગળીઓથી મારો છો તો તેની અંદરથી હૉલો સાઉંડ આવે છે મતલબ કે તરબૂચની અંદરથી ખોખલાપણાનો અવાજ આવી રહ્યો છે તો તરબૂચ મીઠુ હશે. 
 
તરબૂચ ખરીદતી વખતે છાલટાથી પણ સાચો અંદાજ લગાવી શકાય છે કે તરબૂચ પાકુ છે કે નહી. જો તરબૂચની ઉપર ધબ્બા જોવા મળી રહ્યા છે તો તમે બિંદાસ તરબૂચ ખરીદી શકો છો. આવુ તરબૂચ નેચરલ રીતે પાકેલુ હશે અને જો તરબૂચ ઉપર વધારે પડતા નિશાન દેખાય કે કાળા ધબ્બા જેવા લાગે તો આવુ તરબૂચ બિલકુલ ન ખરીદશો. 
 
તરબૂચને જલ્દી બજારમાં વેચવાના ચક્કરમાં ખેડૂત અનેકવાર કેમિકલનો પણ ઉપયોગ કરે છે. આવુ તરબૂચ ઓળખવુ પણ જરૂરી છે. જો તરબૂચના છાલટા ઉપર પીળા ધબ્બા જોવા મળી રહ્યા છે તો તેને ખરીદી શકાય છે. પીળા ધબ્બા ધૂપના સંપર્કમા આવવાથી આવી જાય છે. પણ જો તરબૂચની ઉપર ઘટ્ટ લીલો અને નિશાન વગરનુ તરબૂચ છે તો આ વાતની શક્યતા છે કે તરબૂચ કેમિકલથી પકવ્યુ છે.  કેમિકલથી પકવેલુ તરબૂચ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમરનાથ યાત્રા અંગે નવી અપડેટ: પહેલગામ-બાલતાલ રૂટ 12 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે. જાણો બીજું શું બદલાયું છે

Manipur Violence - છ નાગાઓના મૃતદેહ મળતા મણિપુરમાં હિંસા ભડકી, 24 કલાકના બંધનું એલાન; નાયબ મુખ્યમંત્રીને હટાવવાની માંગ શા માટે?

ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોની શરમજનક બેટિંગ, 0 રન પર 3 ખેલાડી થયા આઉટ, બાંગ્લાદેશે ખોલી પોલ

લોકરક્ષક ભરતી પરીક્ષા માટે હાઇટેક સુરક્ષા વ્યવસ્થા: GPS ટ્રેકર અને AI ટેક્નોલોજીનો ઉપયોગ; કચ્છના 6 રસ્તાઓ ફોરલેન થશે

Gold Silver Price Drop- સોના અને ચાંદી ખરીદવાની શાનદાર તક! સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો.

વધુ જુઓ..

ધર્મ

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu panchang - આજનુ પંચાગ -11 જૂન 2026

આગળનો લેખ
Show comments