Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 kitchen tips - રસોડાના કામને સરળ બનાવશે આ કિચન ટિપ્સ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:15 IST)
15 kitchen tips- બાદામના છોતરા સહજતાથી કાઢવા માટે તેને 15-20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાડી દો. 
 
વાસણમાંથી ખાવાનું બળવાની ગંધ અને ચોંટેલું છોડાવવા માટે તેમાં કાપેલી ડુંગળી અને ઉકળતું પાણી નાખી પાંચ મિનિટ સુધી રાખો. વાસણ સરળતાથી સાફ થઈ જશે.  
 
કાચા નારિયેળની બરફીને જલ્દી અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તાજા દૂધના સ્થાને મિલ્ક પાવડરનો પ્રયોગ કરો. 
 
જુના પાપડના નાના ટુકડા કરી,પાણીમાં ઉકાળો,ફિલ્ટર કરી સરસોંનો છોંક લગાવી ટમેટા અને દહીં મસાલા સાથે સ્વાદિષ્ટ શાક બનશે. 
 
દહીં ખાટું થઈ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી , અડધો કલાક પછી ધીમે-ધીમે પાણી કાઢી લો. ખટાશ નીકળી જશે. 
 
મરચાંના ડબ્બામાં થોડી હિંગ નાખી દેશો તો મરચું લાંબા સમય સુધી ખરાબ નહી થશે. 
 
ખાંડના  ડબ્બામાં 5-6 લવીંગ નાખી દો તો કીડી નહી આવે. 
 
કઢીમાં દહી નાખતા પહેલા તેમાં થોડું બેસન નાખી ફેંટી લો આથી કઢી નરમ બનશે અને દહીના દાણા નહી દેખાશે. 
 
નૂડલ્સની ચિકાશ દૂર કરવા ઉકાળતી વખતે તેમાં થોડુક તેલ નાખી દો અને બાફ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો.  
 
ઈંડાને બાફતા પહેલા એમા પીન વડે એક કાણું કરી દો આથી છોતરા સરળતાથી નીકળશે. 
 
નારિયેલના છોતરા આરામથી કાઢવા માટે તેના છોતરા કાઢતા પહેલાં તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળી મુકો.  
 
ઈંડાની તાજગી ઓળખવા માટે એને મીઠાના ઠંડા પાણીમાં રાખો જો ડૂબી જાય તો તાજો છે અને ઉપર આવે તો વાસી  છે. 
 
વધારાના ઈડલી અને ડોસાના ખીરાને લાંબા સમય સુધી તાજુ રાખવુ હોય તો તેમાં એક પાન નાખી દો. 
 
પૂરીનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ મિક્સ કરશો તો પૂરી વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે. જો ઘી અને તેલ મિક્સ કરી દેશો તો પણ પુરી કુરકુરી બનશે. 
 
બળેલા વાસણને સરળતાથી સાફ કરવા તેમાં એક કપ પાણીમાં એક ટીપુ વાસણ ધોવાના સાબુ સાથે ઉકાળો પછી ધોઈ લો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Price Today- સોમવારે નવા દર જાહેર થયા, ખરીદી કરતા પહેલા કિંમત જાણી લો

Stock Market Today- સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી! સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 24,570 ને પાર

બિહારમાં એક પેસેન્જર ટ્રેનના ત્રણ કોચમાં ભીષણ આગ લાગી, જેના કારણે મુસાફરો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા; ભયનો માહોલ સર્જાયો.

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: પહેલા રાઉન્ડના અંતે ભાજપ 1640 મતથી આગળ, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

વધુ જુઓ..

ધર્મ

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments