Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ

રસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ
- બટાકાની સૂકી ભાજી કે રસાવાળું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મોટી ઇલાયચી નાંખી દો. નવો જ સ્વાદ બનશે.

- શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે.

- કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

- શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

- વટાણાં, લીલા ચણા વગેરે લીલા દાણાના શાકને રાંધ્યા બાદ પણ તેનો રંગ યથાવત રાખવા માટે તેને રાંધતી વખતે જ ચપટી ખાંડ નાંખી દો.

- ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

- ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.

- પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.

- પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.

- ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાંખશો તો તેમાં વાસ નહીં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ