Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી રસોઈ ટિપ્સ- ઘરે જ બનાવો મૈગી મસાલા

ગુજરાતી રસોઈ ટિપ્સ- ઘરે જ બનાવો મૈગી મસાલા
, રવિવાર, 19 નવેમ્બર 2017 (12:38 IST)
હમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે. પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે. તો ઘરે જ તૈયાર કરી લો મેગી મસાલા 

જરૂરી સામગ્રી
1/2 નાની ચમચી ડુંગળી પાવડર 
1/2 નાની ચમચી લસણ પાવડર 
1/2 નાની ચમચી ધાણા પાવડર 
1 નાની ચમચી લાલ મરચા પાવડર 
અડધી નાની ચમચી હળદર પાવડર 
1 નાની ચમચી લાલ જીરું પાવડર 
એક ચોથાઈ નાની ચમચી મેથી પાવડર 
અડધી નાની ચમચી  આદું પાવડર 
અડધી નાની ચમચી ગરમ મસાલા 
4 નાની ચમચી ખાંડ 
2 નાની ચમચી ચીલી ફ્લેક્સ 
1 નાની ચમચી કાર્ન ફ્લોર 
અડધી નાની ચમચી અમચૂર પાવડર 
1/2 નાની ચમચી મીઠું 
 
ટિપ્સ- સૌથી પહેલા બધી સામગ્રીઓને એક સાથે મિક્સરમાં નાખી ગ્રાઈંડ કરી લો. પછી જ્યારે પણ નૂડલ્સ બનાવો તેમાં આ મસાલા 2 ચમચી નાખવું. 
- જો તમને વધારે તીખું જોઈએ તો મસાલાની માત્રા વધારી નાખવી. 
- તેને સારી રીતે મિક્સ કરી અને નૂડ્લ્સ કરો. અને મજાથી ખાવુ અને ખવડાવો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચા સાથે Aloo Bhujia sevના મજા લો