Kitchen Hacks: નાશ્તામાં ભજીયા બનાવવા હોય કે પછી લંચમાં છોલ ભટૂરા ચણાના લોટથી લઈને મેંદા અને સોજી દરેક ઘરમાં ઉપયોગ કરાય છે. પણ તેના સંગ્રહીકરણમાં કમીના કારણે હમેશા તેમાં
જલ્દી કીડા લાગી જાય છે જો તમે પણ બેસન, સોજી અને મેંદામાં જલ્દી કીડાથી પરેશાન થઈ ગયા છો તો આ કિચન ટીપ્સ તમારી પરેશાની દૂર કરી શકે છે.
તમાલપત્ર કે લીમડાનો ઉપયોગ
તમાલપત્ર કે લીમડાના પાનને સોજી, મેંદા અને બેસનના કંટેનર્સમાં રાખો. આવુ કરવાથી ચીજોમાં કીડ લાગવાથી બચે છે સાથે જ ભેજથી પણ બચાવ થઈ જાય છે.
એયર ટાઈટ કંટેનર
કીડાને લોટ અને અનાજ પર લાગવાથી રોકવાનો સૌથી સારી રીત છે તેને કાંચ, મેટલ કે પછી કોઈ સારા અને જાડા પ્લાસ્ટીક કંટેનર્સમાં રાખવો.
રેફ્રીજરેટિંગ
જો તમને સોજી, મેંદા અને ચણાના લોટને લાંબા સમય સુધી સ્ટૉર કરીને રાખવુ છે તો તમે તેણે ફ્રીજમાં મૂકી શકો છો. આ બધા વસ્તુઓ રેફ્રીજરેટરમાં રાખવાથી આ ખૂબ દિવસો સુધી તાજી રહેવાની સાથે કીડા
લાગવાથી પણ દૂર રહે છે.
ફુદીનાના પાન
સોજી અને ચણાના લોટને કીડાથી બચાવવા તેમાં સૂકી ફુદીનાના પાન રાખી શકો છો. ફુદીનાના સુગંધથી આ સામગ્રીઓમાં કીડા નથી લાગતા.
કડાહીમાં શેકીને રાખો
સોજી અને ચણાના લોટને હળવુ કડાહીમાં શેકીને ડિબ્બામાં બંદ કરીને રાખવથી તેને ખરાબ થવા કે તેમાં કીડા લાગવાની શકયતા ખૂબ ઓછી થઈ જાય છે.