Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking Tips: કારેલાનુ શાક કડવુ થઈ જતુ હોય તો આ ટિપ્સ અપનાવી જુઓ

Webdunia
શનિવાર, 8 જૂન 2024 (12:22 IST)
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે. કારેલા એક એવું શાક છે જેને યોગ્ય રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. જો કે કારેલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે તૈયાર ન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ કડવો બની જાય છે.
 
મોટા લોકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એમ વિચારીને હજુ પણ એક વાર કારેલા ખાઈ લે, પરંતુ બાળકો તેને ખાવામાં ખૂબ જ નખરા કરે છે. જો તમે પણ તમારા દ્વારા બનાવેલ કારેલાનુ શાક કડવુ રહી જવાને લઈને પરેશાન છો તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેને અનુસર્યા પછી કારેલાના શાકની કડવાશ દૂર થઈ જશે.
મીઠુ લગાવીને રાખો 
 
કારેલા બનાવતા પહેલા લગભગ 30 મિનિટ માટે કારેલાને સારી રીતે મીઠુ લગાવીને મુકો.  મીઠામાં રહેલા મિનરલ્સ  કારેલાના કડવા રસને દૂર કરવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો તેને મીઠાના પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. તેને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવાનુ ધ્યાન રાખો.  
Best Way To Cook Bitter Gourd
કારેલાના બીજ હટાવો 
 
કારેલાના બીજમાં ખૂબ કડવાશ જોવા મલે છે. આવામાં તમે કારેલા કાપતી વખતે તેના બીજાને કાઢી લો. બીજ કાઢ્યા બાદ તેની કડવાશ ઘણી બધી ઓછી થઈ જશે. 
 
સારી રીતે છોલો 
 
કારેલાને બનાવતા પહેલા તેને જરૂર છોલી લો. આવુ કરવાથી તેની કડવાશ ઓછી થઈ જશે. કારેલાના છાલટામાં જ સૌથી વધુ કડવાશ જોવા મળે છે. આવામાં તેનુ જાડુ છાલટુ ઉતારી લો. તમે ચાહો તો તેને તાપમાં સુકાવીને ભરેલા કારેલા બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. 
  
દહી ઓછી કરશે કડવાશ 
જો તમે કારેલા બનાવવાના એક કલાક સુધી તેને દહીમાં પલાળીને મુકશો તો તેનાથી પણ કારેલાની કડવાશ મોટેભાગે ઓછી થશે. કારેલા બનાવવા માટે તેને દહીમાંથી કાઢી લો અને પછી તેનુ શાક બનાવી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

ODI World Cup 2027: રોહિત-વિરાટ રમશે આગામી વર્લ્ડકપ, પ્લેયર્સના ફ્યુચર પર BCCI સચિવનુ મોટુ નિવેદન

શ્રીસંતે હરભજન સિંહને બોક્સિંગ રિંગમાં લડવા માટે આપી ચેલેંજ, થપ્પડ કાંડમા ફુટ્યો ગુસ્સો

પીએફ વ્યાજ અંગે નવું અપડેટ: સરકારે 8.25% દરને મંજૂરી આપી, જાણો બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી 8,899 અને સોના 5,350 ઘટ્યા; આજના ભાવ તપાસો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments