Festival Posters

Try this : ફ્રિઝમાં આવતી દુર્ગંધથી ત્રાસી ગયા છો ? તો આટલુ અજમાવી જુઓ

Webdunia
દરેક વસ્તુઓ ઢાંકીને મુકો : ફ્રિઝ એ કોઈ પણ વસ્તુ કે ખાદ્યપદાર્થ મૂકી દેવા માટેનું કબાટ નથી. એટલે ફ્રિઝમાં મૂકવા યોગ્ય વસ્તુઓ જ મૂકવી. જ્યારે પણ ફ્રિઝમાં કંઇ પણ મૂકો ત્યારે તેને બરાબર બંધ કરીને મૂકો. આમ કરવાથી વસ્તુની સ્મેલ આખા ફ્રિઝમાં નહીં ફેલાઈ જાય.

વસ્તુઓ યોગ્ય ખાનામાં મૂકો : ફ્રિઝમાં શાકભાજી, બટર, ચોકલેટ, માખણ, ઇંડાં, કોલ્ડડ્રિંક્સ માટે અલગ અલગ ખાનાની વ્યવસ્થા હોય જ છે. એટલે આડેધડ વસ્તુઓ મૂકવાને બદલે યોગ્ય ખાનામાં યોગ્ય વસ્તુઓ અને ખાદ્યપદાર્થ મૂકવા. શાકભાજી સાથે ચોકલેટ કે રાંધેલો ખોરાક વગેરે મૂકશો તો આ બધી વસ્તુઓની સ્મેલ ભેગી થઇને ફ્રિઝમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે.

વાસી ખોરાક ન રાખવો : ફ્રિઝમાં ક્યારેય પણ બે-ત્રણ દિવસનો વાસી ખોરાક ન રાખવો જોઈએ. તેમાં બેક્ટેરિયા તો ઉત્પન્ન થાય છે અને ફ્રિઝમાંથી વાસ પણ આવે છે.

દુર્ગંધ દૂર કરવા આટલુ કરો : બેકિંગ સોડા રસોડા માટે ખૂબ જ ઉપયોગી પાઉડર છે. કોઈ પણ વાસણની સફાઇ તે સરળતાથી કરે છે. એક કપમાં થોડો બેકિંગ સોડા ભરીને રાખી મૂકવો. આમ કરવાથી ફ્રિઝમાંથી આવતી બધી વાસ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત જેમ તમે ફ્રિઝને રોજ બહારથી સાફ કરો છો તેમ અંદરથી પણ સફાઈ કરવી જોઈએ. ફ્રિઝને દર પંદરથી વીસ દિવસે વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. જો ફ્રિઝને ઘણાં વર્ષો થઈ ગયાં હોય અને તે જાતે ડિફ્રોસ્ટ ન થતું હોય તો તેને મેન્યુઅલી ડિફ્રોસ્ટ કરવાનું રાખો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદમાં સુભાષ બ્રિજની કાયાપલટ: 1 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે, અઢી મહિનામાં જૂનું સ્ટ્રક્ચર તોડી નખાશે

MCX પર ચાંદીના ભાવમાં 1300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો, સોનું પણ સસ્તું થયું

વાસનાથી અંધ સસરાએ બધી હદો વટાવી દીધી! તેણે તેની ચાર મહિનાની ગર્ભવતી પુત્રવધૂ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો, પછી

No Gas Dishes List: ગેસ ખલાસ થઈ ગયો છે ? મિનિટોમાં બની જશે ગેસ વગર આ 50 ડિશ

LPG Cylinder Shortage- ઝાંસી પોલીસે 524 ચોરાયેલા LPG સિલિન્ડર જપ્ત કર્યા અને સાત લોકોની ધરપકડ કરી.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 13 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

આગળનો લેખ
Show comments