Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss - 15 દિવસમાં વજન ઓછુ કરશે આ 4 ડ્રિંક

Webdunia
વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે... આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા આપ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

ઘરેલું પીણા :

1. ગરમ પાણી અને લીંબુ : ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

2. ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

3. ગ્રીન ટી : આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

 

4 -   શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments