આપણે આ વાતને તો સારી રીતે જાણીએ છીએ કે જો આરોગ્યને સારુ રહેશે ત્યારે જ આપણે કામ પર અને
પરિવારના આરોગ્ય પર ધ્યાન આપી શકીએ છીએ. દિવસની સારી શરૂઆત એક ગ્લાસ આમળાના જ્યુસ સાથે
કરવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ ભરેલો રહી શકે છે. સવારે ખાલી પેટ આમળાનું જ્યુસ પીવાથી શરીર સાથે જોડાયેલ અનેક પરેશાનીઓથી રાહત મેળવી શકાય છે.
1. ગેસની સમસ્યા - આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક
જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટૉક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
2. શરદી તાવમાં રાહત - આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી
3. વાળ માટે લાભકારી - આમળાના જ્યુસનુ રોજ સેવન તમારા વાળ માટે વારદાન છે. આ વાળને ઝડપથી
વધારવા સાથે જ તેમને મજબૂત અને કાળા બનાવી રાખે છે.
4. ડાયાબિટીસને કંટ્રોલ કરવુ - આમળામાં ગૈલિક એસિડ, ગૈલોટેનિન, અલૈજિક એસિડ અને કોરિલૈગિન જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી સવારે આમળાનુ જ્યુસ પીવાનુ ન ભૂલશો.
4. પરસ્પર સંબંધો સુધારે - તેમા વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કારણે સેક્સ દરમિયાન ક્ષમતાને પણ વધારવામાં મદદ કરે છે. જેનાથી સેક્સ લાઈફ વધુ સારી થઈ જાય છે.
5. મોઢાના છાલાથી બચાવ - આમળાનુ જ્યુસ તમને મોઢામાં થનારા અલ્સર ચાંદાથી બચાવવામાં મદદ કરે છે.
6. ત્વચા ચમકાવો - આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના
પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂપ છે.
7. કેંસરથી રોકથામ - આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (immunomodulatory )ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે.
8. કોલેસ્ટ્રોલ કંટ્રોલ - હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.