આમળા એક એવુ ફળ છે, જેમા ભરપૂર પ્રમાણમાં એંટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જો તમે તેને ગરમ કરીને ખાશો તો પણ તેમા રહેલ વિટામિન ખતમ નથી થતા. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે અને આ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. આવો જાણીએ આમળાનુ સેવન કરવાથી કયા ક્યા ફાયદા થાય છે.
1. આખની બીમારીઓ - આમળાનો રસ આંખો માટે લાભકારી છે. આ આખોની રોશનીને તેજ કરે છે અને મોતિયાબિંદ,રતોંધી,આંખોમાં દુખાવો જેવી પરેશાનીઓને દૂર કરે છે.
2. પાચનક્રિયામાં મદદ - આમળાનુ સેવન કરવાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે. તેથી ખાવામાં રોજ આમળાની ચટણી, મુરબ્બો,અથાણું, રસ, ચૂરણ વગેરે સામેલ કરે.
3. મેટાબોલિક ક્રિયાશીલતા - આમળા મેટાબોલિક ક્રિયાશીલતાને વધારે ક હ્હે. મેટાબોલિજ્મ ક્રિયાશીલતાથી આપણુ શરીર સ્વસ્થ અને સુખી થાય છે.
4.ડાયાબીટીસ- આમળામાં ક્રોમિયમ તત્વ હોય છે. જે ડાયાબીટીસ માટે લાભકારી માનવામાં આવે છે. રોજ આમળાનુ સેવન કરવાથી લોહીમાં ખાંડની માત્રાને નિયત્રિત રહે છે. સાથે જ આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ખતમ કરી સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કર છે.
5. માસિક ધર્મમાં સમસ્યા - પીરિયડસ મોડા આવવા,વધુ રક્તસ્ત્રાવ થવો, માસિક ધર્મ જલ્દી જલ્દી આવવો અને પેટમાં દુખાવો એવી અનેક સમસ્યાઓ માટે આમળાનુ સેવન કરવુ ખૂબ લાભકારી હોય છે.
6. મજબૂત હાડકાંઓ - આમળાના સેવનથી હાડકા મજબૂત અને તેને તાકત મળે છે. આમળાનુ સેવન કરવાથી ઓસ્ટ્રોપોરોસિસ અને આર્થરાઈટિસ, સાંધાના દુખાવામાં પણ આરામ અપાવે છે.
7. તનાવ કરે દૂર - રોજ આમળાનુ સેવન કરવાથી તનાવમાં આરામ મળે છે. સારી ઉંઘ આવે છે.