Webdunia - Bharat's app for daily news and videos

Install App

Safe Dhuleti Tips- ધુળેટીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ

Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (13:11 IST)
tips for a safe and healthy Holi!
 
હોળી એ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે. આ તહેવાર હવે તો આખી દુનિયામાં ઊજવવામાં આવે છે. આ તહેવાર નાના -મોટા સૌ કોઇ સાથે મળીને આનંદથી ઊજવે છે. આ ઉત્સવમાં કોઇ અકસ્માત ન થાય એ હેતુ હોળીના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે.
હોળીનો દિવસ જૂના રાગ અને દ્વેષ ભૂલીને નવેસરથી પ્રેમસભર સંબંધોની શરૂઆત કરો તે આશયથી અહીં કેટલાંક સુરક્ષા સંબંધી સુચનો આપ્યાં છે. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રીતે હોળી રમજો.તો તમારી હોળીના મજા ક્યારે નહી બગડશે 
 
-  કુદરતી રંગોથી રમો તે  હોળી રમવાની શ્રેષ્ઠ રીત ગણાય. કુદરતી રંગો ન મળે તો સાદા કોરા રંગોથી પણ તમે રમી શકો છો. કુદરતી રંગોથી રમ્યા બાદ તમે જ્યારે એને સાદા પાણીથી ધોશો એટલે તે તરત જ નીકળી તો જશે પણ સાથે સાથે તમારી ત્વચાને પણ નુકસાન નહીં પહોંચાડે.
 
-  લાલ અને ગુલાબી રંગનો વધુ ઉપયોગ કરજો. તે દેખાશે પણ સરસ અને ઝડપથી સાફ પણ થઇ જશે. લીલો, જાંબુડી, પીળો, કાળો અને સોનેરી રંગોથી દૂર રહેજો. આ રંગો શરીર પરથી કાઢતા ચામડી છોલાઇ જતી હોય છે. એમાંનાં રસાયણોની આડઅસર ત્વચા પર લાંબા સમય સુધી રહેતી હોય છે.
 
- હોળી રમવા જતાં અગાઉ ચહેરા પર ક્રીમ કે મલાઇ કે પછી તેલ લગાવવાનું ભૂલતા નહીં. આ રીતે તમારા ચહેરાની ત્વચા જળવાઇ રહેશે.
 
-  તમારા વાળમાં પણ તેલ નાખીને બહાર નીકળજો જેથી રંગ ઝડપથી નીકળી જાય. તમારા વાળને રંગોની આડઅસરથી બચાવવા માટે માથે સ્કાર્ફ કે રૂમાલ બાંધીને હોળી રમવા નીકળો.
 
-  આંખમાં અને મોઢામાં રંગ ન જાય એની ખાસ કાળજી રાખજો. કોઇ મોઢા પર રંગ લગાવવા આવે ત્યારે આંખ અને મોઢું બંધ રાખવું. બને ત્યાં સુધી સનગ્લાસ પહેરીને બહાર નીકળવું.
 
- સાબુથી મોઢું ધોવા કરતાં ક્લિન્સિંગ મિલ્ક કે સાદા દૂધથી પહેલા ધોવાથી મોઢાની ત્વચા સુકાઇને ખરાબ નહીં થાય.
 
-  જૂના અને ફેંકી દેવાના હોય એવા કપડાં પહેરીને નીકળવાની વાત તો બધા જ જાણે છે પણ જો તમે એમ ઇચ્છતા હો કે લોકો તમને ઓછા રંગે તો કાળા રંગના કપડાં પહેરીને નીકળજો.
 
-  મહિલાઓએ આ દિવસે ખાસ ધ્યાન રાખવાનું કે હોળીને બહાને કોઇ એમનો ગેરલાભ ન લે. મિત્રો કે પતિના મિત્રો પણ આ દિવસે હોળીના બહાને કે પછી ભાંગ કે ડ્રિંકના નશામાં હોવાને બહાને મહિલાઓને અડપલાં કરી લેતા હોય છે. તો એવું ન બને એનું ધ્યાન રાખજો.
 
-  ભાંગ, ડ્રિન્ક કે એવા કોઇપણ નશાથી દૂર રહેજો કે જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.
 
-  ભીની ફરસ પર દોડાદોડ ન કરવી. હોળીને દિવસે ઘણા લોકોના આ રીતે દોડીને પડવાથી હાડકાં ભાંગતા હોય છે. યાદ રાખજો આ દિવસે તમને કોઇ ડૉક્ટર પણ નહીં મળે.
 
-  ભાંગ કે ડ્રિન્ક પીને વાહન ન ચલાવતા.
 
- જો ઉપરની સલાહ વાંચ્યા છતાં તમે હોળી રમવાનો વિશેષ શોખ ધરાવતા હો તો ર્ફ્સ્ટ એઇડ કિટ હાથવગી હોય એનું ખાસ ધ્યાન રાખજો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments