rashifal-2026

પરીક્ષાઓ આવી રહી છે આવો જાણીએ મગજને તેજ, તંદુરસ્ત અને મજબૂત બનાવવાનાં ઉપાયો

Webdunia
બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (10:00 IST)
આપણે શરીરની તંદુરસ્તી માટે કસરત કરીએ છીએ પરંતુ ક્યારેય મગજની તંદુરસ્તી વિશે વિચારતા નથી. શરીરની તંદુરસ્તી જેટલું જ મહત્ત્વ મગજની તંદુરસ્તીનું પણ છે. મગજને તીવ્ર અને મજબૂત બનાવવા માટે અહીં આપણે કેટલીક સામાન્ય લાગતી પરંતુ મહત્ત્વની કસરતો વિશે ચર્ચા કરીશું.

મગજનો આભાર માનો

આપણું મગજ સતત કામ કરતું રહે છે. એક સર્વેક્ષણ અનુસાર પેન અને પેપર વડે મગજના કોષોને ચેતનવંતુ રાખી શકાય છે. યાદશક્તિની રચના માટે કથાઓ લખવી અને વાંચવી એ પણ એક જાતની કસરત જ છે. સંશોધન દ્વારા સાબિત થયું છે કે તમારા મગજને તેનાં રોજિંદા કાર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમે ખુશ અને તંદુરસ્ત રહો છો. રોજ તમારા મગજનો આભાર માનો.

કાર્યમાં બદલાવ લાવો

આપણું મગજ સતત એકનું એક કામ કરીને કંટાળી જાય છે. તેને આરામની જરૂર પડે છે, અથવા કઇંક નવું કામ આપવું પડે છે. જેમ આપણે રોજ એકની એક રસોઇથી કંટાળીએ છીએ, કઇંક નવું ખાવા જોઇએ છે , એજ રીતે આપણું મગજ પણ કઇંક નવું ઇચ્છે છે. કોઇપણ જાતના સકારાત્મક વિચારો તમારા મગજને તરોતાજા રાખવામાં મદદરૂપ થાય છે.

સામાજિક મેળાવડામાં જાઓ

મગજના જ્ઞાનતંતુઓને જાગૃત રાખવા, તમારા મિત્રો અને સગાંઓ કે જેની સાથે તમારા વિચારો મળતા હોય તેમની સાથે વાતચીત કરો. એકસરખાં શોખ ધરાવનારા લોકો સાથે વાતચીત કરવાથી મન ખુશ થાય છે, મગજની અંદર રહેલાં જ્ઞાનતંતુઓ ઍક્ટિવેટ થાય છે. એક સર્વેક્ષણ, અનુસાર સવારમાં સકારાત્મક વિચારોવાળી વ્યક્તિ સાથે વાતો કરવાથી આખો દિવસ કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, અને મન આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.

મેડિટેશન કરો

મગજને આરામ આપવા મેડિટેશન કરો. શક્ય હોય તો રોજ ધ્યાન ધરો અથવા અઠવાડિયામાં એક વખત ખાસ મેડિટેશન માટે સમય કાઢો. એ માટે તમારે કોઇ મંત્રો કે શ્ર્લોકો બોલવાની જરુર નથી, બસ આંખો બંધ કરીને બેસો ઉંડા શ્ર્વાસ લો . આવુ પાંચ થી દસ વખત કરો. ધ્યાન ધરવાથી મગજને આરામ મળે છે અને મન શાંત થાય છે. મગજમાં આવતાં ખરાબ વિચારો દૂર થાય છે. જેમ જેમ તમે મેડિટેશન કરો છો એમ તમારી અંદર પોઝીટીવ વિચારો આવવા લાગે છે. ધ્યાન ધરવાથી મગજમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને તમારા મગજમાં અન્ય માટે મદદરૂપ થવાની ભાવના જાગે છે. અજાણી વ્યક્તિને કોઇપણ જાતની અપેક્ષા રાખ્યા વગર મદદ કરવાથી મન સંતુષ્ટ થાય છે. લોકો સાથે મળવાથી અને વાતચીત કરવાથી મગજના ભાગો ઉત્તેજિત થાય છે.

કઇંક નવું શીખો

કઇંક નવું શીખવું એનો અર્થ એ નથી કે તમે નવી ભાષા શીખેા કે શબ્દકોષ અને પઝલ સોલ્વ કરો. તમને ગમતાં કોઇપણ ક્ષેત્રમાં કુશળતા મેળવવા નવું શીખતા રહો. આમ કરવાથી મગજના કોષો સક્રિય થાય છે અને શીખવાની ઉત્સુકતામાં વધારો થાય છે. કઇંક નવુ શીખવા મળશે એ ખયાલ માત્રથી મગજ ઉત્તેજિત થઇ જાય છે. આ ઉત્તેજના પણ એક જાતની કસરત જ છે. પરંતુ નવું શીખતી વખતે મન ભયભીત ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખો. ગમતી વસ્તુ શીખવા પહેલાં મનને સમજાવી તૈયાર કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની મોટી ભેટ: શહેરી સુવિધાઓ અને હાઈવે પ્રોજેક્ટ્સ માટે 1 લાખ કરોડથી વધુની ફાળવણી

15 ફેબ્રુઆરી ક્રિકેટ ફેંસ માટે બનશે સુપર સંડે, એક જ દિવસે બે દેશો વચ્ચે રમાશે IND vs PAK મેચ

India vs Pakistan Press Conference : ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવશો કે નહી ? સલમાન આગાએ આપ્યો આ જવાબ

મહારાષ્ટ્ર - મુંબઈના મુલુંડમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો ભાગ પડ્યો, અનેક લોકો ઘાયલ થવાના સમાચાર

વધુ જુઓ..

ધર્મ

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

15 February 2026 Ka Panchang: 15 ફેબ્રુઆરી 2026 નુ શુભ મુહૂર્ત શુ છે, સાથે જ જાણો રવિવારનો રાહુકાળ અને સૂર્યોદય સૂર્યાસ્તનો સમય

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

Show comments