હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે.
હનુમાનજી પણ રૂદ્ર એટલે શિવનો અવતાર માનવામાં આવે છે, મંગળ પણ શિવનો જ અંશ છે,આ જ કારણ છે કે હનુમાનજીની ભકિત મંગળ પીડાને પણ શાંત કરવામાં પ્રભાવશાળી માનવામાં આવી છે. આ માટે જ હનુમાનજી ભકિતથી મંગળદોષ માટે કોઇ વિશેષ હનુમાનમંત્ર, હનુમાનજીની પૂજા કરીને બોલવો. આ ઉપરાંત હનુમાન ચાલીસાનાં પાઠ સાચી શ્રદ્ધા અને ભકિતથી કરવામાં આવે તો ચોક્કસ સકારાત્મક અને શુભ ફળ આપને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વધુમાં નીચે જણાવેલ હનુમાન મંત્રનાં પાઠ કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુકિત મળે છે અને આપના તમામ કાર્ય સિદ્ધ અને સફળ થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો મંત્ર
||મનોજવં મારુત તુલ્ય વેગં, જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપધ્યે||