Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Birthday -ગુજરાતી ફિલ્મોના રજનીકાંત નરેશ કનોડિયાનો 75મો જનમ દિવસ

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:28 IST)
ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને રજનીકાંત તરીકે જો કોઈ ઓળખાતુ હોય તો તે છે નરેશ કનોડિયા. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્ર ી...  શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનો લોકપ્રિય હીરો ગુજરાતી દર્શકોના દિલમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ઊભું કરનાર કલાકારે ગુજરાતી સિનેમાની લાજ રાખી છે. હજુ આજે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તે એટલા જ સક્રિય છે. "મહેશકુમાર એંડ પાર્ટી " માં ખંજરી વગાડતાં- વગાડતાં કે સ્ટેજ પર ડાંસ કરીને એ મુકામ સુધી પહોંચનાર નરેશ કનોડિયા પોતાના વાસ્તવિક જીવનમાં પણ એટલા જ સરળ વ્યક્તિ છે. 

ફિલ્મક્ષેત્ર અને રાજકરણમાં સફળ કારકિર્દી ધરાવતા હોવા છતાં કોઈ પણ જાતના બાહ્ય આડંબરથી રહિત નરેશ કનોડિયા "જોની જૂનિયર"ના હુલામણા નામથી પણ જાણીતા હતા. ગુજરાતની પ્રજાનું મનોરંજન કરનાર મહેશ-નરેશ બેલડી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 1969થી પોતાની કલાનો કસબ ગુજરાતી દર્શકોને દર્શાવી રહ્યા છે. 

ગુજરાતના ગામડામાં વસતો સામાન્ય ગુજરાતી જ્યારે થિયેટરના પડદા પર નરેશ કનોડિયા એંટ્રી પાડે છે, ત્યારે સીટી અને ચિચિયારીઓ પાડીને ઝૂમી ઉઠે છે. ગુજરાતી લોકગીતો સિવાય ગીતો અને ગરબાઓને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં મહેશ-નરેશ પણ અગ્રેસર રહ્યા છે. સફળ અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મોની વણથંભી વણઝાર રજૂ કરનાર કનોડિયા પિક્ચર્સના ગીતો ગુજરાતી પ્રજા દ્વારા ઉજવાતી નવરાત્રિમાં અચૂક રીતે સાંભળવા મળે છે. 

" ભાથીજી મહારાજ" ફિલ્મ ગુજરાતમાં ગામેગામ લોકપ્રિય બન્યું હતું, જે તેમની લોકપ્રિયતાની સાબિતી છે. આજે જ્યારે ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ તેના 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં "આરપાર" સામયિક દ્વારા ઉજવાતો "ગુજરાતી ફિલ્મોત્સવ" પણ ગુજરાતી પ્રજામાં ફરીથી ગુજરાતી ફિલ્મોને લોકપ્રિય થાય- એ માટેનો પ્રયાસ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે નરેશ કનોડિયા "આરપાર" સામયિક સાથે કરેલી વાતચીત ગુજરાતી દર્શકો માટે રસપ્રદ બની રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Quick Dinner Recipes- ઇન્સ્ટન્ટ નારિયેળ અને દાડમ ચોખા

કયા વિટામિનની ઉણપથી ચહેરા પર ડાઘ થાય છે?

સવારે ખાલી પેટ એક ચપટી હળદરનું પાણી પીશો તો રહેશો સ્વસ્થ, અનેક ગંભીર સમસ્યાઓ થશે દૂર

Blankets cleaning Tips: ઠંડની શરૂઆત પહેલાં, ધાબળામાંથી દુર્ગધ દૂર કરો, પાણીથી ધોવાની જરૂર નથી.

Gujarati Nibandh - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

આગળનો લેખ
Show comments