આ આમલેટ પણ ઈંદાની જેમ જ જોવાય છે અને ખાવામાં પણ તેમજ હોય છે. તેને તમે ફટાફટ બનાવી શકો છો. તો જાણો વગર ઈંડાનો આમલેટ બનાવવાનો તરીકો
સામગ્રી
એક કપ બેસન
અડધો કપ મૈંદો
મીઠું સ્વાદપ્રમાણે
અડધી નાની ચમચી કાળી મરી પાઉડર
અડધી નાની ચમચી બેકિંગ પાઉડર
એક કપ પાણી
એક મોટી ચમચી તેલ
એક ચમચી ડુંગળી
એક મોટી ચમચી ટમેટા
એક લીલા મરચા
એક નાની ચમચી કોથમીર
વિધિ
-સૌથી પહેલા એક મોટા બાઉલમાં બેસન, મેંદા, મીઠું કાળી મરી અને બેકિંગ પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં થોડું-થોડું કરતા પાણી મિક્સ કરો અને તેને પાતળું ખીરું બનાવી લો.
- હવે તેને સતત ચલાવતા રહો જેથી તેમાં ગાંઠ ન થાય.
- ડુંગળી, ટમેટા, લીલા મરચા અને કોથમીર નાખી સારી રીતે મિક્સ કરો.
- હવે આમલેટ બનાવા માટે ધીમા તાપ પર નૉન સ્ટિક પેનમાં તેલ નાખી હળવું ગરમ કરો.
- તેલ ગરમ થતા જ 2-3 ચમચી ખીરું આખી તેને ફેલાવી લો.
- આશરે 2 મિનિટ સુધી શેક્યા પછે તેને પલતીને બીજા તરફથી પણ સોનેરી થતા સુધી શેકવું.
- તૈયાર છે વગર ઈંડાની આમલેટ તેને એક પ્લેટમાં કાઢી અને કેચઅપની સાથે ગરમાગરમ સર્વ કરો.