Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હનુમાનજીના પ્રસાદ ઈમરતી આ રીતે બનાવો

હનુમાનજીના પ્રસાદ ઈમરતી આ રીતે બનાવો
, ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:02 IST)
સામગ્રી - 2 કપ અડદની દાળ, 5 કપ ખાંડ, 3 કે 4 ટીપા કેસરી રંગ, ઈચ્છામુજબ ઘી. 
 
બનાવવાની રીત - અડદની દાળ લગભગ 5-6 કલાક સારી રીત પલાળી દો. તેનુ ઝીણુ પેસ્ટ કરીને તૈયાર કરી દો. 2 તારની સાફ કરીને ચાસણી તૈયાર કરીને મૂકી લો. દળેલી અડદની દાળને સારી રીતે ફેંટી લો. જેમા દાળ ઘાટી અને સારી રીતે ફેટી લો. જેનાથી દાળ ઘટ્ટ અને હલકી થઈ જશે. થોડો કેસરી રંગ મેળવીને વધુ ફેંટો. એક ચોખ્ખુ સૂતરના કપડાનો રૂમાલ લો. અને તેની વચ્ચે એક નાનકડું કાણું પાડી લો. દાળનુ પેસ્ટ કપડાની વચ્ચે રાખીને પોટલી બનાવી લો. કપડાંને કસીને પકડીને ફેરવીને જલેબીના આકારમાં પેસ્ટને ઘી માં છોડો. જ્યારે ઈમરતી થોડી કડક થવા માંડે અને રંગ બદલવા માંડે તો ગરમા-ગરમ ચાસણીમાં લગભગ 3 મિનિટ માટે પલાળી દો. ચાસણીમાંથી કાઢીને ઈલાયચી પાવડર ભભરાવીને સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રવાસ શરૂ કરતા પહેલા આ વસ્તુઓ ક્યારે ન ખાવી નહી તો થઈ જશે પરેશાની