Publish Date: Tue, 08 Sep 2026 (13:35 IST)
Updated Date: Tue, 08 Sep 2026 (15:37 IST)
સામગ્રી
2 કપ બેસન
1 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી હળદર
1/2 ચમચી કાળા મરીનો પાઉડર
1/2 ચમચી વરિયાળી પાઉડર
1/2 ચમચી અજમો
1/2 ચમચી ધાણા-જીરું પાઉડર
1/4 ચમચી હિંગ
5-6 લવિંગનો બારીક પાઉડર
1/2 ચમચી સૂંઠ પાઉડર
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી ગરમ તેલ (મોણ માટે)
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન લો. તેમાં લાલ મરચું, હળદર, કાળા મરીનો પાઉડર, વરિયાળી, અજમો, ધાણા-જીરું પાઉડર, હિંગ, લવિંગ પાઉડર, સૂંઠ અને મીઠું ઉમેરો.
તેમાં 1 ચમચી ગરમ તેલ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
હવે થોડું-થોડું પાણી ઉમેરીને નરમ અને ચીકણું લોટ બાંધો. લોટ બહુ કઠણ ન હોવો જોઈએ.
સેવ બનાવવાના સંચામાં બારીક સેવની જાળી લગાવો. સંચામાં થોડો લોટ ભરીને ઢાંકણ બંધ કરો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય ત્યારે સંચાની મદદથી લોટને સીધો તેલમાં ગોળ-ગોળ ફેરવીને સેવ પાડો.
સેવને મધ્યમ તાપે તળી લો. સેવ હળવી સોનેરી અને ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો.
વધારાનું તેલ નીતરવા માટે સેવને ટિશ્યૂ પેપર અથવા જાળી પર મૂકો.
સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સેવને હાથથી થોડું તોડી લો અને એરટાઇટ ડબ્બામાં ભરી રાખો.