Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોનસૂન સ્પેશિયલ ક્રિસ્પી બ્રેડ પકોડા

મોનસૂન સ્પેશિયલ ક્રિસ્પી બ્રેડ પકોડા
વરસાદી વાતાવરણમાં ગરમાગરમ અને ક્રિસ્પી નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ચા સાથે બ્રેડ પકોડા એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે.
 
સામગ્રી
બ્રેડના 8 સ્લાઇસ
બેસન – 1 કપ
બટાકા – 3 બાફેલા
લીલા મરચાં – 2 બારીક સમારેલા
આદુ – 1 ચમચી
ધાણા – 2 ચમચી
લાલ મરચું પાવડર – ½ ચમચી
હળદર – ¼ ચમચી
ગરમ મસાલો – ½ ચમચી
ચાટ મસાલો – ½ ચમચી
અજમો – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
પાણી – જરૂર મુજબ
તેલ – તળવા માટે
બનાવવાની રીત
સૌપ્રથમ બાફેલા બટાકાને મસળી તેમાં લીલા મરચાં, આદુ, ધાણા, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો.
બીજા વાસણમાં બેસન લો. તેમાં હળદર, અજમો અને મીઠું ઉમેરી થોડું-થોડું પાણી નાખીને મધ્યમ ઘટ્ટ ખીરું બનાવો.
બ્રેડની એક સ્લાઇસ પર બટાકાનો મસાલો લગાવી બીજી સ્લાઇસથી ઢાંકી દો અને તેને ત્રિકોણ આકારમાં કાપો.
કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર બ્રેડને બેસનના ખીરામાં સારી રીતે ડુબાડીને ગરમ તેલમાં નાખો.
પકોડાને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
ગરમાગરમ બ્રેડ પકોડાને લીલી ચટણી અને ટમેટાની ચટણી સાથે સર્વ કરો.
 
ટિપ: પકોડા વધુ ક્રિસ્પી બનાવવા માટે બેસનના ખીરામાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ