Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)

દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)
, શુક્રવાર, 29 નવેમ્બર 2019 (11:55 IST)
મેથી દાણાનું શાક રાજસ્થાનની પારંપરિક શાકમાં છે. મેથી દાણા કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે તેથી આ સાંધાના દુખાવા અને ડાઈજેશન સિસ્ટમને મજબૂત કરે છે. મેથીમાં પાપડ મિક્સ કતી આ શાક બનાવીએ છે. અમે રસ્સાવાળુ શાક તમને જણાવી રહ્યા છે. 
સામગ્રી- 
50 ગ્રામ મેથી દાણા 
2 પાપડ 
2 ટેબલ સ્પૂન તેલ 
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર 
1/4 ટીસ્પૂન જીરું 
1 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન આમચૂર 
ચપટી ગરમ મસાલા 
ચપટી હીંગ 
મીઠું સ્વાદ પ્રમાણે 
બનાવવાની રીત- 
* મેથી દાણાને પલાળીને 7-8 કલાક સુધી રાખો
* પછી પાણી કાઢી લો . 
* કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી લગાવીને ઉકાળી લો. 
* મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લો. 
* પાપડને શેકવું. 
* હવે પેનમાં તેલ ગરમ કરો. 
* ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો. 
* ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો. 
* ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો. 
* ત્યારબાદ તેમાં  મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો.  * પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો. 
* કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો. 
* દાણા મેથી પાપડનું શાક રોટલી, પૂરી કે પાપડની સાથે ખાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Moral Gujarati Story- ગુજરાતી બાળવાર્તા - લાકડીનો વાડકો