Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમર સ્પેશલ - એક વાર જરૂર ટ્રાઈ કરવુ No oven મેંગૉ મિલ્ક કેક

Mango milk cake
, મંગળવાર, 1 જૂન 2021 (18:28 IST)
મેગો મિલ્ક શેક, મેંગો ખીર, મેંગો ડેજટર્સ તો તમે ઘણીવાર ખાદ્યુ હશે પણ આજે અમે તમારા માટે મેંગો કેકક રેસીપી લઈને આવ્યા છે. ખાવામાં સ્વાદિષ્ટ આ રેસીપી બાળકોથી લઈને મોટા સુધી બધાને પસંદ 
આવશે. ચાલો જાણીએ મેંગો કેકક બનાવવાની સરળ રેસીપી 
મેંગો મિલ્ક કેક સામગ્રી 
 
દૂધ- 1/2 લીટર 
ખાંડ -4 ટીસ્પૂન 
મેંગૉ - 1 (પાકેલું) 
નારિયળ ભૂકો- 1/2 કપ 
ડ્રાઈ ફ્રૂટસ - 1/3 કપ 
ઈલાયચી પાઉડર- 1/3 ટીસ્પૂન 
માવા- 4 ટીસ્પૂન 
મિલ્ક પાઉડર- 3ટીસ્પૂન 
 
મેંગો મિલ્ક કેક રેસીપી 
1. સૌથી પહેલા મેંગોને છીલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે તેને મિક્સીમાં નાખી પ્યૂરી બનાવી લો. 
2.  
એક જાડા તળિયાના વાસણમાં દૂધ ગર્મ કરવું. તેને સતત ચલાવતા 10-12 મિનિટ સુધી ઉકાળવું. જ્યારે જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય
3. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો તેમાં મેંગો પ્યુરી અને બાકી બધી સામગ્રી નાખી 2-3 મિનિટ રાંધવું. ધ્યાન રાખો કે તેને હલાવતા રહો નહી તો મિક્સચર તળિયાથી ચોંટી જશે. 
4. મિક્સચરને સારી રીતે રાંધ્યા પછી ગૈસ બંદ કરી નાખો. 
5. તેને કેક હોલ્ડરમાં નાખી ડ્રાઈ ફ્રૂટસથી ગાર્નિશ કરવુ અને થોડીવાર પછી મૂકી દો. જેથી તે શેપમાં આવી જાય. 
6. લો તમારો મેંગો કેક બનીને તૈયાર છે. હવે તમે તેને સર્વ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Milk Day- બાળકો માટે બનાવો સ્પેશલ મિલ્ક પાઉડર બરફી