Publish Date: Thu, 11 Jun 2026 (17:05 IST)
Updated Date: Thu, 11 Jun 2026 (17:07 IST)
સામગ્રી
1 કપ લસણની કળીઓ
2 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી ધાણા-જીરું પાઉડર
1/2 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
બનાવવાની રીત
લસણની કળીઓને છોલી લો.
મિક્સર જારમાં લસણ, લાલ મરચું, ધાણા-જીરું અને મીઠું ઉમેરો.
તેમાં લીંબુનો રસ અને થોડું તેલ ઉમેરીને દરદરી ચટણી પીસી લો.
જરૂર લાગે તો થોડું વધુ તેલ ઉમેરો.
તૈયાર ચટણીને વાટકીમાં કાઢી સર્વ કરો.
પીરસવાની રીત
ગાંઠિયા સાથે
ભાખરી સાથે
બાજરાના રોટલા સાથે
થેપલા અથવા પરાઠા સાથે
ટિપ: કાઠિયાવાડી સ્વાદ માટે કાશ્મીરી અને તીખા લાલ મરચાંનું મિશ્રણ વાપરો. ચટણી વધુ સ્વાદિષ્ટ અને રંગીન બનશે.