Publish Date: Mon, 08 Jun 2026 (11:55 IST)
Updated Date: Mon, 08 Jun 2026 (12:01 IST)
સામગ્રી
2 કપ ચણાનો લોટ (બેસન)
1/2 ચમચી અજમો
1/4 ચમચી હળદર
1/2 ચમચી મરી પાઉડર (વૈકલ્પિક)
1 ચમચી તેલ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તળવા માટે તેલ
બનાવવાની રીત
એક મોટા બાઉલમાં બેસન, અજમો, હળદર અને મીઠું મિક્સ કરો.
તેમાં 1 ચમચી તેલ ઉમેરી સારી રીતે મસળી લો.
ધીમે ધીમે પાણી ઉમેરી નરમ અને ચીકણો લોટ બાંધી લો.
ગાંઠિયા બનાવવાના સંચામાં જાડી જાળી લગાવી તેમાં લોટ ભરો.
કડાઈમાં તેલ ગરમ કરો અને સીધા તેલમાં ગાંઠિયા પાડી મધ્યમ તાપે તળો.
ગાંઠિયા હળવા સોનેરી થાય એટલે બહાર કાઢી ટિશ્યૂ પર મૂકો.
પીરસવાની રીત
ગરમાગરમ કાઠિયાવાડી ગાંઠિયા સાથે તળેલા લીલા મરચાં, પપૈયાનું સંભારું અને ચા પીરસો