Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Egg Masala Bread Toast Recipe એગ મસાલા બ્રેડ ટોસ્ટ રેસીપી

Egg Masala Bread Toast Recipe
, મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (18:10 IST)
સામગ્રી
ઇંડા - 2 બાફેલા
બ્રેડ સ્લાઈસ - 2
ડુંગળી - 1
ટામેટા - 1
લીલા મરચા - 1
લાલ મરચું પાવડર – અડધી ચમચી
ચાટ મસાલો - અડધી ચમચી
માખણ - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
કોથમીર – સમારેલી

બાફેલા ઇંડા મસાલા ટોસ્ટ રેસીપી
એક બાઉલમાં છીણેલા ઈંડા, ડુંગળી, ટામેટા, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, કાળા મરી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
પછી બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો અને તૈયાર ઈંડાના મિશ્રણને ઉપરથી સારી રીતે ફેલાવો. હવે એક

તવાને ગરમ કરો અને બ્રેડના ટુકડાને ધીમી આંચ પર પકાવો, જ્યાં સુધી તે સોનેરી અને ક્રિસ્પી ન થાય.
ટોસ્ટને એક પ્લેટમાં કાઢી, ઉપર લીલી કોથમીર ઉમેરો અને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીરિયડ્સના મુશ્કેલ દિવસો થઈ જશે સરળ, કરો આ 4 કામ