Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા

Corn Bhajiya
વરસાદની ઠંડી મોસમમાં ગરમાગરમ પકોડા અને ચા મળી જાય તો મજા જ પડી જાય. આજે બનાવીએ સ્વાદિષ્ટ મસાલા કોર્ન પકોડા.

સામગ્રી

1 કપ સ્વીટ કોર્ન (બાફેલા)
1/2 કપ બેસન
2 લીલા મરચાં (ઝીણા સમારેલા)
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી હળદર
મીઠું સ્વાદ અનુસાર
થોડું લીલું ધાણું
તેલ તળવા માટે
બનાવવાની રીત
એક બાઉલમાં બાફેલા કોર્ન, ડુંગળી, લીલા મરચાં અને ધાણું મિક્સ કરો.
તેમાં બેસન, મીઠું, હળદર, લાલ મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
કડાઈમાં તેલ ગરમ કરો.
તૈયાર મિશ્રણમાંથી નાના પકોડા બનાવીને મધ્યમ તાપે સોનેરી થાય ત્યાં સુધી તળો.
ગરમાગરમ પકોડાને લીલી ચટણી અથવા ટમેટાની સોસ સાથે સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon Hair Fall Tips: ચોમાસામાં વાળ ખરતા અટકાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ