Publish Date: Mon, 20 Jul 2026 (16:36 IST)
Updated Date: Sun, 19 Jul 2026 (16:40 IST)
સામગ્રી:
2 મોટા રીંગણ
2 મોટા ટામેટાં, બારીક સમારેલા
1 મોટી ડુંગળી, બારીક સમારેલી
2-3 લીલા મરચાં, સમારેલા
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
2 ચમચી તેલ
1/2 ચમચી જીરું
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા-જીરું પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
કોથમીર, સજાવટ માટે
બનાવવાની રીત:
સૌપ્રથમ રીંગણને ધોઈને તેમાં થોડું તેલ લગાવો અને ગેસ પર સીધા શેકી લો. રીંગણ નરમ થઈ જાય ત્યાં સુધી તેને બધી બાજુથી શેકો.
ઠંડા થયા બાદ તેની છાલ કાઢી રીંગણને સારી રીતે મેશ કરી લો.
કડાઈમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો. ત્યારબાદ ડુંગળી અને લીલા મરચાં નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને થોડીવાર સાંતળો. ત્યારબાદ ટામેટાં ઉમેરો.
હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાવડર અને મીઠું ઉમેરીને મસાલો તેલ છોડે ત્યાં સુધી પકાવો.
હવે તેમાં મેશ કરેલા રીંગણ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
5-7 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. અંતે ગરમ મસાલો અને કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો.
ALSO READ: વાસી રોટલી શાક