Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ક્રિસ્પી રેસીપી - બ્રેડ વડા

Webdunia
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (02:57 IST)
સાંજની ચા સાથે કંઈક  ચટપટા અને કુરકુરા ખાવાનુ મન થાય છે તો બનાવો ટેસ્ટી બ્રેડ વડા. તેને નાસ્તામાં કે પછી બાળકોના ટિફિનમાં પણ પૈક કરી શકાય છે. 
સામગ્રી - 5-6 બ્રેડ, 1/2 કપ દહી, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ ચોખાનો લોટ, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - બ્રેડને નાના નાના ટુકડામાં તોડીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો. 
 
કઢાઈમાં તેલ ગરમ કરો.  હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના વડા તૈયાર કરો અને તેમા વચ્ચે કાણુ કરતા જાવ. તેલમા આ વડા નાખીને સોનેરી થતા સુધી તળી લો. ગરમાગરમ વડા તૈયાર છે. નારિયળની ચટણી સાથે કે તમારી કોઈ મનપસંદ ચટણી સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ખાંડ જ નહીં, ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે; 30 દિવસમાં ભાવ 19% વધ્યા છે. જાણો ડુંગળી ક્યાં અને કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

IND vs SL: ઋષભ પંતે તોડ્યો ધોનીનો મહારેકોર્ડ, વિદેશી ધરતી પર વિકેટકીપરના રૂપમાં રચ્યો ઈતિહાસ

ભિખારીના ઘરમાંથી મળી નોટોથી ભરેલી 30થી વધુ બોરીઓ, રોકડ ગણવા મંગાવવું પડ્યું ગણતરી મશીન

150 પાકિસ્તાની નવવધુઓ ભારત આવી, ઓપરેશન સિન્દૂર પછી વીઝા હતો બૈન, પછી કેવી રીતે પહોચી ?

કેરળની સુંદરતા કૈજિયા બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ની વિજેતા, મનિકા વિશ્વકર્માએ પહેરાવ્યો તાજ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments