એક રાજાએ પોતાના મંત્રીઓને 3 સવાલ પૂછ્યા. પહેલો સૌથી સારો મિત્ર કોણ છે ? બીજો સૌથી સારો સમય કયો છે ? અને ત્રીજો સૌથી સારુ કામ કયુ છે. કેટલાક મંત્રીઓએ કહ્યુ કે જે સમય અને કામ જયોતિષી બતાવે છે એ જ સૌથી સારો હોય છે. કેટલાક લોકો બોલ્યા કે રાજાનો સૌથી સારો મિત્ર મંત્રી હોય છે. આ જવાબથી રાજા સંતુષ્ટ ન થયા.
રાજા આ પ્રશ્નોના જવાબો શોધવા રાજ્યના સૌથી વિદ્વાન સંતની પાસે પહોંચ્યા. રાજાએ ફક્ત સંતનું નામ જ સાંભળ્યું હતું, ક્યારેય સંતને મળ્યા નહોતા. રાજા જ્યારે સંતના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું. આશ્રમ નજીક એક ખેતરમાં એક વૃદ્ધ માણસ બીજ વાવતો હતો
રાજા એ વૃદ્ધ પાસે પહોચ્યો અને તેને સંત વિશે પુછ્યુ. વૃદ્ધે કહ્યુ કે તમે જેને મળવા માંગો છો એ વ્યક્તિ હુ પોતે જ છુ. બતાવો શુ કામ છે ?
રાજાએ સંતને તેના ત્રણ પ્રશ્નો પૂછ્યા. સંતે રાજાને બીજ વાવવામાં મદદ કરવા જણાવ્યું. રાજાએ કંઈપણ બોલ્યા વિના સંતની મદદ કરવાનું શરૂ કર્યું. ઘણો સમય પસાર થયો, સાંજ થવાની હતી, પણ રાજાને તેના પ્રશ્નોના જવાબ મળી શક્યા નહીં. ત્યારે ત્યા અચાનક એક ઘાયલ વ્યક્તિનો અવાજ આવવા લાગ્યો. સંતે રાજાને કહ્યુ કે આપણે એ વ્યક્તિ પાસે જવુ જોઈએ. તેની મદદ કરવી એ આપણી ફરજ છે.
રાજા સંતની પાછળ ગયા. જેવા તેઓ ઘાયલ વ્યક્તિ પાસે પહોંચ્યા કે તરત જ ઘાયલે રાજાનો પગ પકડીને માફી માંગવા લાગ્યો અને બોલ્યો કે હું તમને મારવા આવ્યો છું, પરંતુ તમારા સૈનિકોએ મને ઘેરી લીધો છે. તેના હુમલાથી હું ઘાયલ થઈ ગયો છું. કોઈક રીતે ત્યાથી છટકીને જંગલમાં છુપાઈ ગયો.
રાજાએ સંતને પોતાના પ્રશ્નો વિશે પુછ્યુ. સંત બોલ્યા કે તમારા બધા સવાલોના જવાબ તો મળી ગયા છે. સૌથી સારો સમય વર્તમાન છે. સૌથી સારો મિત્ર એ જ છે જે તમારી સામે હોય છે. સૌથી સારુ કામ ઉપસ્થિત કર્મ છે. જો આ વાત ન હોત તો જે વ્યક્તિ તમને મારવા આવ્યો હતો એ તમારો મિત્ર કેવી રીતે બનતો.