મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે. કદાચ આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાની ડાયેટમાં બદામને સામેલ કરે છે. ઉલ્લેખનીય છે કે જરૂરી નથી કે બદામ બધા જ માટે લાભકારી હોય. કેટલાક લોકો એવા પણ છે જેમને બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે.
જો તમે પણ બદામ ખાવ છો તો પહેલા એ જરૂર જાણી લો કે બદામ તમારે માટે લાભકારી છે કે નહી. જેથી તમને પાછળથી કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે. આવો જાણીએ બદામ કયા લોકોને નુકશાન પહોંચાડે છે.
1. બ્લડ પ્રેશર - જો તમારુ બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહે છે તો બદામથી દૂર રહો. કારણ કે દવાઓ સાથે બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે અને સમસ્યા વધી શકે છે.
2. પથરી - કિડની કે ગોલ બ્લેડર પથરી કે તેની સાથે જોડાયેલી અન્ય પ્રોબ્લેમ રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે તેમા ઓક્સલેટ વધુ માત્રામાં હોય છે જે તમને નુકશાન પહોંચાડી શકે છે.
3. ડાયજેશન - બદલતી લાઈફસ્ટાઈલમાં ડાયજેશન સાથે જોડાયેલી સમસ્યા મોટાભાગના લોકોને રહે છે. જો તમને પણ ડાયજેશન સંબંધી સમસ્યા કે એસીડીટી રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે બદામમાં ફાયબર વધુ હોય છે. જેનાથી પરેશાની વધી શકે છે.
4. જાડાપણુ - જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને બદામ તમારી ડાયેટમાં સામેલ છે તો તેનુ સેવન ન કરો. ઉલ્લેખનીય છે કે બદામમાં કેલોરી અને વસા વધુ હોય છે. આવામાં બદામનું વધુ સેવન કરવાથી જાડાપણુ વધતુ જાય છે.
5. એંટીબાયોટિક મેડિસન - બદલતી જીવનશૈલીમાં કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ્બ હંમેશા રહે છે અને દવાઓ છે કે પીછો છોડતી નથી. જો તમે પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે એંટીબાયોટિક મેડિસિન ખાઈ રહ્યા છો તો બદામનું સેવન ન કરો.