ભારતમાં સૌથી વધુ પગાર- એવરેજ સેલેરી સર્વે રિપોર્ટ અનુસાર ભારતના આ શહેરોમાં સૌથી વધુ પગાર મળે છે, જાણો અંદાજિત આંકડા-
આ યાદીમાં મહારાષ્ટ્રનો સોલાપુર જિલ્લો ટોપ પર છે. આ શહેરનો વાર્ષિક સરેરાશ પગાર રૂ. 2,810,092 છે.
બીજા નંબરમાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરનો સમાવેશ થાય છે. આ શહેરનો વાર્ષિક સરેરાશ પગાર 2,117,870 રૂપિયા છે.
આ યાદીમાં કર્ણાટકના બેંગલુરુ શહેરને ત્રીજું સ્થાન મળ્યું છે. જેમનો સરેરાશ પગાર 2,101,388 રૂપિયા છે.
ભારતની રાજધાની દિલ્હી ચોથા નંબરમાં સામેલ છે, જેમાં વાર્ષિક સરેરાશ વેતન રૂ. 2,043,703 છે.
ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વર 5માં સ્થાને છે. આ શહેરનો વાર્ષિક સરેરાશ પગાર 1,994,259 રૂપિયા છે.
આ યાદીમાં રાજસ્થાનનો જોધપુર જિલ્લો પણ સામેલ છે, જેની વાર્ષિક સરેરાશ આવક 1,944,814 રૂપિયા છે.
આ યાદીમાં મહારાષ્ટ્રનું પૂણે રૂ. 1,895,370ની વાર્ષિક સરેરાશ આવક સાથે સાતમા ક્રમે છે.
આ યાદીમાં હૈદરાબાદ પણ સામેલ છે, જેની વાર્ષિક સરેરાશ આવક રૂ. 1,862,407 છે.