Publish Date: Sun, 17 May 2026 (15:11 IST)
Updated Date: Sun, 17 May 2026 (12:41 IST)
જન્મદિવસ મુબારક! જેણે મારું જીવન સુંદર અને સુખમય બનાવ્યું, હસી, ખુશી અને આનંદથી છલોછલ છલકાવ્યું, તેવા સુંદર વ્યક્તિત્વને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
"તમારા જન્મદિવસે એક નવા વર્ષની શરૂઆત થાય છે. આજે અને હંમેશા ખુશ રહેવું, સ્વસ્થ રહેવું, અને તમે જે ઈચ્છો તે હાંસલ કરો. જન્મદિવસની શુભકામનાઓ!"
"ઈશ્વર તમને લાંબુ આયુષ્ય, સારું સ્વાસ્થ્ય અને અપાર સુખ આપે. જન્મદિવસની શુભેચ્છાઓ, ઘણું બધું પ્રેમ
મિત્ર માટે ખાસ શુભેચ્છાઓ (For Friends)
"હંમેશા ખિલેલો રહો ગુલાબની જેમ,
નામ તમારું રોશન થાય સૂરજની જેમ,
દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ,
જન્મદિવસની ઉજવણી કરતા રહો રાજાની જેમ!"
"તારા જન્મદિવસ પર ઈચ્છું છું કે નવું વર્ષ નવી ઊંચાઈઓ આપે. સફળતા તારા પગલે પગલે સાથ આપે. હાર્દિક શુભેચ્છાઓ અને ઘણું બધું પ્રેમ!"
"જીવનની આ નવી પગથિયું પર તું હંમેશા આગળ વધતી રહે. ખુશીઓનો વરસાદ તારા પર હંમેશા વરસતો રહે."
"જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે
તમને શ્રેષ્ઠ આરોગ્ય, સ્વાસ્થ્ય, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ આપે!"
"આજનો દિવસ ખાસ છે કારણ કે
તું આ જગતમાં આવ્યો છે!
ભગવાન તને હંમેશા ખુશી, સ્વાસ્થ્ય અને સફળતા આપે.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, મારા પ્રિય!
"દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ,
જન્મદિવસની ઉજવણી કરતા રહો રાજાની જેમ!
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
પરિવાર માટે લાગણીભરી શુભેચ્છાઓ (For Family)
"તમારું આખું વર્ષ તન, મન અને ધનથી સારું રહે તેમજ ઉત્તરોઉત્તર પ્રગતિ કરો એવા શુભાશિષ."
"ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે. જન્મદિવસ મુબારક!
ટૂંકી અને મીઠી શુભેચ્છાઓ
"હસતા રહો, હસાવતા રહો,
જીવનમાં આગળ વધતા રહો!
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!"
"આજનો દિવસ તમારા માટે વિશેષ છે,
કારણ કે આજે તમે તમારી જિંદગીના નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છો.